એક દેશ-એક ચૂંટણીથી બંધારણના મુળભૂત માળખાનો ભંગ થતો નથી : લૉ પેનલ
(એજન્સી) નવી દિલ્હીતા.ર૮:
દેશમાં એક સાથે જ વિધાનસભા અને લોકસભા ચુંટણીઓ યોજવા માટે મોદી સરકારે ચાલુ કરેલી મહાકવાયતમાં હવે લો-પેનલે પણ એક દેશ એક ચુંટણીના ખ્યાલને યોગ્ય ગણાવતા સ્પષ્ટ કહ્યું હતું કે આ પ્રકારે એક સાથે ચૂંટણીમાં યોજાવાથી બંધારણના કોઈ મૂળભૂત આપવાનો ભંગ થતો નથી.
મોદી સરકાર આ અંગે બંધારણ સુધારા સહિતના ખરડાઓ સંસદમાં રજુ કરી તે સંસદીય સમીતીને વિચારણા માટે મોકલી આપ્યા છે અને સમીતી એક બાદ એક સંબંધકર્તાઓ સાથે તેમાં ચર્ચા-વિચારણા કરી તેમના અભિપ્રાય મેળવી રહી છે. જેમાં લો-પેનલ તા.૩ ડિસેમ્બરે સંસદીય સમીતી સમક્ષ રજુ થશે. લો પેનલે જણાવ્યું કે જયાં સુધી મતદારોના હકક અને ફેડરાલીઝમનો પ્રશ્ન છે તો આ ખરડો કોઈ રીતે બંધારણીય જોગવાઈઓનો ભંગ કરતો નથી. પેનલે એ પણ મંતવ્ય વ્યક્ત કરી લોકસભા-રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોની ધારાસભાઓની ચુંટણીમાં રાજયોની ધારાસભામાં સુધારો પસાર કરે તે જરૂરી નથી.
કારણ કે તેનાથી બંધારણની કલમ ૩૬૮(૨) ની પેટા કલમ એ તથા ઈ હેઠળ રાજયો તે પસાર કરે તે દર્શાવતુ નથી. ભાજપના સાંસદ વી.વી.ચૌધરીના અધ્યક્ષપદ હેઠળની કમીટીએ લો-પેનલને પાસે અભિપ્રાય માંગ્યા હતા.


