સાંબા-રાજાૈરી સેકટરમાં અંકુશ રેખા નજીક પાંચથી વધુ પાકિસ્તાની ડ્રોન દેખાયા : સુરક્ષા દળોએ ફાયરીંગ કર્યું

સાંબા-રાજાૈરી સેકટરમાં અંકુશ રેખા નજીક પાંચથી વધુ પાકિસ્તાની ડ્રોન દેખાયા : સુરક્ષા દળોએ ફાયરીંગ કર્યું

(એજન્સી)           જમ્મુ,તા.૧૨:
ભારતીય સૈન્યએ ગત સાંજે જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ (ન્ર્ઝ્ર) પાસે એક પાકિસ્તાની ડ્રોન પર ગોળીબાર કર્યો. સેનાએ જણાવ્યું કે, ન્ર્ઝ્ર પાસે અન્ય કેટલાક ડ્રોન પણ જોવા મળ્યા. સેના આ વાતની તપાસ 
કરવા માટે શું આ ડ્રોન દ્વારા વિસ્તારમાં હથિયારો કે ડ્રગ્સના પેકેટ ફેંકવામાં આવ્યા છે સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ પહેલા શનિવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (ર્ઁદ્ભ) તરફથી આવેલા એક ડ્રોને સાંબા સેક્ટરમાં હથિયારોનો જથ્થો ફેંક્યો હતો.
સેનાએ જણાવ્યું કે, ડ્રોન પર મશીનગનથી ફાયરિંગ કરવામાં આવ્યું. ગયા વર્ષે ‘ઓપરેશન સિંદૂર‘ દરમિયાન ભારતે અનેક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા હતા. ત્યારબાદ ડ્રોન દેખાવાની ઘટનાઓ ઘણી ઓછી થઈ ગઈ હતી. જો કે, આજે એક જ દિવસમાં ઓછામાં ઓછા પાંચ પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરીના સમાચાર આવ્યા છે.