ઓટો પાર્ટસ પર મોટી રાહત  જીએસટી ર૮ ટકામાંથી ૧૮ ટકા થયો

ઓટો પાર્ટસ પર મોટી રાહત  જીએસટી ર૮ ટકામાંથી ૧૮ ટકા થયો

નવી દિલ્હી તા.૦૪ : 
જીએસટી કાઉન્સીલની બેઠકમાં નાની કાર પરનો જીએસટી હવે ૨૮%ના ઉંચા સ્લેબમાંથી ૧૮%માં લાવી દેવાયા છે. જેના પર સેસ-વિ.નો પણ ઘટાડાનો અમલ થતા કુલ લાભ ૧૨થી૧૨.૫% હશે.
આવી જ રીતે ૩૫૦ સીસી સુધીના બાઈક પણ હવે ૨૮%માંથી ૧૮%ના સ્લેબમાં આવી ગયા છે. આથી કાર-બાઈકના એન્ટ્રીલેવલ ગ્રાહકોને મોટો લાભ થશે. આ જ રીતે હવે મોટી એસયુવીને પણ લાભ થશે. ૪ મીટર કે તેથી ઓછી લંબાઈના વાહનોને ૧૮%ના સ્લેબમાં મુકાયા છે જે અત્યાર સુધી ૨૮%ના સ્લેબમાં હતા. તો બાકીના લકઝરી-સુપર લકઝરી જેમાં ટેસ્લાનો પણ સમાવેશ થાય છે તે ૪૦%માં ગયા છે. નાણામંત્રીએ કરેલી જાહેરાતમાં ૪ મીટર કે ઓછી લંબાઈ અને ૧૨૦૦ સીસી પેટ્રોલ અને ૧૫૦૦ સીસી ડિઝલ વાહનો પર ૧૮% જીએસટી લાગશે. અગાઉ આ પ્રકારના વાહનો પર એકંદર ૨૯થી ૩૧% જીએસટી હતો. આ જ રીતે ૩૫૦ સીસી કે તેથી ઓછી કેપેસીટીના મોટર સાયકલ પર અગાઉના ૨૮%ના સ્થાને ૧૮% જીએસટી લાગશે.