ક્રુડતેલના ભાવોમાં ફરી ભડકો : ૧૦૦ ડોલરને પાર : યુધ્ધ ચાલુ રહ્યું તો ર૦૦ ડોલર થઈ જશે

ક્રુડતેલના ભાવોમાં ફરી ભડકો : ૧૦૦ ડોલરને પાર : યુધ્ધ ચાલુ રહ્યું તો ર૦૦ ડોલર થઈ જશે

(એજન્સી)            દુબઈ તા.૧૨
મધ્ય પૂર્વમાં ચાલતું ભીષણ યુધ્ધ ગમે ત્યારે સમાપ્ત થઇ શકે તેવા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાથી ક્રૂડ સહિતની કોમોડીટીમાં સર્જાયેલી રાહત ફરી ગાયબ થઇ ગઇ હોય તેમ આજે ક્રૂડ ફરી ઉછળીને ૧૦૦ ડોલરને પાર થઇ ગયું હતું. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો પણ વધુ પટકાયો હતો. પરિણામે મોંઘવારીનું નવું જોખમ સર્જાયું છે.
મધ્ય પૂર્વનું યુધ્ધ વધુ વિનાશક બનતું હોય તેમ તેલ ડેપો-રીફાઇનરી-બંદરો પર હુમલા સાથે તેનો કચ્ચરઘાણ નીકળી રહ્યો હોવાથી પેટ્રોલીયમ મોરચે નવેસરથી ગભરાટની સ્થિતિ ઉભી થઇ છે.અને જાે યુધ્ધ ચાલુ રહ્યું તો ભાવ ર૦૦ ડોલર થઈ જવાની ભીતી વ્યક્ત થઈ રહી છે.