ક્રુડની ટાંકી ફુલ કરાવી લ્યો : વિશ્વવ્યાપી ગંભીર સંકટ સર્જાવાની જાપાને ચેતવણી આપી

ક્રુડની ટાંકી ફુલ કરાવી લ્યો : વિશ્વવ્યાપી ગંભીર સંકટ સર્જાવાની જાપાને ચેતવણી આપી

ટોક્યો, તા.૧૩
મધ્યપૂર્વમાં યુધ્ધ, દરિયાઇ પરિવહનમાં મોટો હિસ્સો ધરાવતા હોર્મુઝ સ્ટ્રેટમાં સંકટ સહિતના કારણોસર કેટલાંક વખતથી ક્રૂડતેલના ભાવોમાં જોરદાર તેજી છે જ્યારે હવે જાપાને ‘રેડ બટન‘ દબાવ્યુ છે અને આવતા દિવસોમાં મોટુ સંકટ સર્જાવાની ચેતવણી આપી છે. જાપાને એવી ચેતવણી ઉચ્ચારી છે કે, ‘ક્રૂડની ટાંકી તથા ઇમરજન્સી ટાંકી તાત્કાલીક ફૂલ કરાવી લ્યો કારણ કે આવનારો સમય ઘણો ભયાનક હોઇ શકે છે‘ પશ્ચિમ એશિયાના જંગની આગ હવે આખી દુનિયાના રસોડાના ગેસથી માંડીને વાહનોની ટાંકીઓ પર ભારે પડવાની છે. એશિયન દેશો પર ભયાનક ઇંધણ સંકટ સર્જાઇ શકે છે જેને કલ્પના પણ થઇ નથી. ઇમરજન્સી સ્ટોક નહીં હોય તો પેટ્રોલ-ડિઝલ પુરા દેશને ડુબાડી દેશે, તેમ જાપાને જણાવ્યું છે.