કેશોદના મિતુલ ડાંગર જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ બન્યા
જિલ્લાના વિવિધ હોદ્દાઓ પર નિમણૂક પામેલા હોદેદારોનું સાવજ ડેરી ખાતે સ્વાગત સન્માન, કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ પાઠવી
(પ્રતિનિધિ દ્વારા)
કેશોદ તા.૭
જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં કેશોદના યુવા આગેવાન મિતુલભાઈ ડાંગરને જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવી છે. ઉપરાંત મૈત્રીબેન પંડયાને જિલ્લા મંત્રી, શત્રુઘનભાઈ ચૌહાણને કાર્યાલય મંત્રી તથા હિમાંશુભાઈ કાનાબારને સોશિયલ મીડિયા સંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકો બાદ યુવા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સાવજ જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ.ના ખોખરડા ફાટક સ્થિત સાવજ ડેરી ખાતે શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવનિયુક્ત હોદેદારોનું ફૂલહાર અને શાલ ઓઢાડી ઉષ્માભર્યું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત કાર્યકર્તાઓ અને આગેવાનોએ તમામ નવનિયુક્ત હોદેદારોને નવી જવાબદારીઓ બદલ હાદિર્ક અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, સંગઠન દ્વારા આપવામાં આવેલી આ મહત્વપૂર્ણ જવાબદારીને તેઓ નિષ્ઠા, પ્રમાણિકતા અને સમર્પણભાવથી નિભાવશે તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવાની સાથે લોકહિતના કાર્યોને પ્રાથમિકતા આપશે તેવી સૌને પૂર્ણ અપેક્ષા અને વિશ્વાસ છે.
કાર્યક્રમ દરમિયાન સંગઠનની મજબૂતી, યુવાનોની સક્રિય ભાગીદારી અને આગામી સમયમાં વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમો વધુ વ્યાપક રીતે આયોજિત કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. અંતે ઉપસ્થિત કાર્યકર્તાઓએ તમામ હોદેદારોને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.


