ગાંધીગ્રામ ગરબી મંડળ આયોજીત નવરાત્રી મહોત્સવમાં મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ
જૂનાગઢ તા. ૧૯
જૂનાગઢ શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રાચીન ગરબીની પરંપરાને જાળવી રાખવામાં ગાંધીગ્રામ ગરબી મંડળનું અમુલ્ય યોગદાન છે. ૩પ૦થી વધુ બાળાઓ પ્રાચીન રાસ રજુ કરે છે. અને માતાજીનાં ગરબા લે છે.
બાળાઓનાં વિવિધ રાસ જેમ કે દેશભકિત આધારીત થીમ ઉપર રાસ, સળગતી ઈંઢોણી રાસ, ભુવા રાસ વગેરે રાસોનું ખુબ જ આકર્ષણ રહયું છે. શહેરનાં લોકો આ રાસ ગરબા નિહાળવા આવે છે. ગાંધીગ્રામ વિસ્તારનાં રહેવાસીઓનો સહયોગ તેમજ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં સહકાર સાથે નવરાત્રીનું સુંદર મજાનું આયોજન ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા કરવામાં આવે છે.
ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા આયોજીત રાસ-ગરબાનાં કાર્યક્રમ નિહાળવા તેમજ માતાજીની આરતીનો લ્હાવો લેવા અને પ્રોત્સાહીત કરવા વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો રોજેરોજ આ ગરબીની મુલાકાતે આવે છે. અને આયોજકો દ્વારા તેઓનું ઉમળકાભેર સન્માન કરવામાં આવે છે. અને મહાનુભાવો આરતીનો લ્હાવો લે છે.
અને અહી યોજાતા પ્રાચીન રાસ-ગરબાનાં કાર્યક્રમને બિરદાવે છે. ગાંધીગ્રામ ગરબી મંડળનાં વીરાભાઈ મોરી અને સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.


