ગ્લોબલ વોર્મિંગથી હિમાલયની ગ્લેશીયરો પીગળી રહી છે : પ૦ કરોડ લોકો માટે જાેખમ

ગ્લોબલ વોર્મિંગથી હિમાલયની ગ્લેશીયરો પીગળી રહી છે : પ૦ કરોડ લોકો માટે જાેખમ

(એજન્સી)     નવી દિલ્હી તા.17:
ગ્લોબલ વોમિર્ગને કારણે આબોહવા પરિવર્તનની અસરો સમગ્ર વિશ્વમાં જમીન પર સ્પષ્ટપણે દેખાય છે. પર્વતીય પ્રદેશો પણ તેમાં બાકાત નથી. બે અબજ લોકોને ખોરાક અને પાણી પૂરું પાડતા હિન્દુ કુશ હિમાલયથી લઈને સમુદ્રના ઊંડાણ સુધી, પૃથ્વી ગરમ થઈ રહી છે. વિશ્વના તમામ પર્વતો પૃથ્વીની સપાટીના આશરે 20 ટકા ભાગને આવરી લે છે. આ પર્વતો વિશ્વની 10 ટકા વસ્તીને ઘર પૂરું પાડે છે અને 50 ટકા વસ્તીને ખેતીલાયક જમીન, ઔદ્યોગિક ઉપયોગ અને ઘરેલું વપરાશ માટે પાણી પૂરું પાડે છે. પર્વતીય પ્રદેશો આનુવંશિક અને જૈવવિવિધતાનો ભંડાર છે. પર્વતીય પ્રદેશો લાકડા, ખનિજો, જળવિદ્યુત અને મનોરંજન પર્યટન જેવા અન્ય આવશ્યક સંસાધનો પણ પૂરા પાડે છે.છેલ્લા કેટલાક દાયકાઓમાં, આબોહવા પરિવર્તન, વસ્તી વૃદ્ધિ, વનનાબૂદી, કુદરતી સંસાધનોનો વધુ પડતો ઉપયોગ અને અવૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓએ પર્વતીય પ્રદેશોના વાતાવરણ પર ગંભીર અસર કરી છે. એક અભ્યાસ દર્શાવે છે કે ચાલુ વર્ષે હિમાલયમાં 28 ટકા ઓછો બરફ પડ્યો છે, જે 20 વર્ષમાં સૌથી ઓછો છે.