ચોરવાડના ગડુ ગામે ચાર શખ્સોએ ઘરમાં ઘુસી વૃધ્ધને ગોંધી રાખી રૂા.૮.૦૬ લાખના દાગીનાની લુંટ ચલાવી

ચોરવાડના ગડુ ગામે ચાર શખ્સોએ ઘરમાં ઘુસી વૃધ્ધને ગોંધી રાખી રૂા.૮.૦૬ લાખના દાગીનાની લુંટ ચલાવી
Siasat.com

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૭
ચોરવાડના ગડુ ગામે શાંતીનગર વિસ્તારમાં ચાર શખ્સોએ ઘરમાં ઘુસી વૃધ્ધને ગોંધી રાખી મારમારી સોનાના દાગીનાની લુંટ કરી નાસી ગયાની ફરીયાદ ચોરવાડ પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ચોરવાડ પોલીસ મથકે સતીશગીરી સેવાગીરી ગોસ્વામીએ અજાણ્યા ચાર શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ચાર અજાણ્યા શખ્સોએ ફરીયાદીના ઘરના ગ્રીલવાળા મુખ્ય દરવાજાની અંદરની બાજુનું તાળુ તોડી ગેરકાયદેસર પ્રવેશી ફરીયાદીને પકડી રાખી થપ્પડો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી કબાટમાં રહેલ અલગ અલગ સોનાના દાગીના ૧૩ તોલા કિ.રૂા.૮,૦૬,૦૦૦ની લુંટ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.