જૂનાગઢમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેલ્વે કોલોની ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ તા. 5
જૂનાગઢમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન વિપુલભાઈ કાવાણીના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
જૂનાગઢ શહેરમાં સરોવર પોટિર્કો હોટલની સામે રેલવે કોલોની ખાતે આજે તા.5- 6- 2026ના રોજ સવારે 9 કલાકે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. ઉપરાંત જિલ્લામાં ગ્રીન કવર વધે તે માટે સામાજિક વનીકરણ વિભાગ હેઠળની ખડિયા, ડુંગરપુર અને ખોખરડા ખાતાકીય નર્સરી ખાતેથી વિના મૂલ્યે લોકોને ફળાવ, ઔષધીય, છાયાદાર સહિતના વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.


