જૂનાગઢમાં ઠંડા પીણા, આઈસ્ક્રીમ, ગોલા, કુલ્ફી, શેરડીનાં રસના વેચાણ કેન્દ્રો શરૂ થયા

ગરમીની સામે ઠંડક મેળવવા માટે લોકો હોંશે-હોંશે ઠંડા પીણાનો સ્વાદ માણે છે : રાત્રીના વેચાણ કેન્દ્રો ઉપર ભીડ

જૂનાગઢમાં ઠંડા પીણા, આઈસ્ક્રીમ, ગોલા, કુલ્ફી, શેરડીનાં રસના વેચાણ કેન્દ્રો શરૂ થયા

જૂનાગઢ તા. રર
અતિશય ગરમીનાં દિવસોમાં લોકો ઠંડી વસ્તુ ઉપર હાલ ઉતરી ગયા છે. બરફની ઠંડકની સાથે અને મલાઈ સહીતનાં વ્યંજનોથી ભરપુર આઈસ્ક્રીમ, ગોલા, કુલ્ફી, શેરડીનો રસ આરોગી રહયા છે અને જેને લઈને ઠંડા પીણાનાં વેચાણ કેન્દ્રો ઉપર લોકોની ભીડ જાેવા મળે છે. ઉનાળાની રશૃઆત સાથેજ જૂનાગઢ શહેરમાં વિવિધ માર્ગો ઉપર શેરડીનાં રસના ચીચોડા શરૂ થઈ ગયા છે. શેરડીનો મીઠો, મધુરો રસ રૂા.પ, ૧૦ અને ૧પ માં મળે છે. શેરડીનાં રસમાં અનાનસ ભેળવીને મધુરો રસ ગ્રાહકોને આપવામાં આવે છે અને રસ પી ગ્રાહક તૃપ્તીનો ઓડકાર લે છે.  ગરમીના દિવસોમાં લોકો આઈસ્ક્રીમ, ઠંડા પીણા, ગોલા, કુલ્ફી અને શેરડીનાં રસને પ્રથમ પ્રાધાન્ય આપે છે. જૂનાગઢમાં હાલ આઈસ્ક્રીમ પાર્લર, ઠંડા પીણાની દુકાનો, શેરડીનો રસ, કુલ્ફી, ગોલા સેન્ટર ઉપર ભારે ભીડ જાેવા મળી રહી છે. ખાસ કરીને સાંજના સાત પછી ભીડ વધુ જાેવા મળે છે. જૂનાગઢમાં લગભગ દરેક વિસ્તારમાં આઈસ ગોલા સેન્ટર જાેવા મળે છે. જયાં ટુટીફુટી, સુકોમેવો, મલાઈ સહીતની વસ્તુઓ ઉપરાંત ચાસણી તેમજ જુદી જુદી ફલેવરનો મીઠો મનભાવ્ય ગોલો બનાવી ગ્રાહકને આપવામાં આવે છે. ગોલાનાં ભાવમાં જાેઈએ તો  સાદા ગોલાની શરૂઆત ૩૦ રૂપિયાથી થાય અને ખુબજ મોંઘા વ્યંજનો સાથેનો ગોલો રૂા.૧૦૦ સુધીનો મળે છે. રાજકોટ સહીતના શહેરોમાં તો રૂા.રપ૦ સુધીના આઈસ ગોલા મળે છે અને શોખીન જનતા ગોલાની મોજ માણે છે. ગરમીનાં દિવસોમાં ઠંડક આપતી ચીજવસ્તુઓની માંગ રહે છે. જૂનાગઢ શહેરમાં ઠંડા પીણા, આઈસ્ક્રીમ, ગોલા, કુલ્ફીની માંગ રહી છે.