જૂનાગઢમાં શ્રી સોરઠીય શ્રીગૌડ નવરાત્રી ઉત્સવમાં ડીઆઈજી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ
જૂનાગઢ તા. ૧૬
શ્રી સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રહ્મસેવા સમિતિ જૂનાગઢ દ્વારા શૈલેષભાઈ દવેનાં માર્ગદર્શન હેઠળ મહેન્દ્રભાઈ ભટ્ટ, સનતભાઈ પંડયા, આકાશ દવે તેમજ સીતાબેન દવે, જાગૃતિબેન પુરોહિત અને ટીમ દ્વારા સતત ૧૦ વર્ષ પૂર્ણ કરી આ નવરાત્રી મહોત્સવ ૧૧માં વર્ષે પણ ચાલુ રાખેલ છે જેમાં જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ તેમના પત્ની વંદનાબા ચુડાસમાએ સજાેડે આરતી ઉતારી હતી તેમજ વંદનાબાએ રાસ ગરબા લીધા હતા. આ તકે ડીવાયએસપી રવિન્દ્રસિંહ પરમાર, આલ્ફાસ્કુલનાં સંચાલક જી.પી. કાઠી, નોબલ સ્કુલનાં સંચાલક કે.ડી. પંડયા, અકીલાના પત્રકાર વિનુભાઈ જાેષી સહિતનાં ઉપસ્સ્થિત રહયા હતા જેનું આયોજક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.


