જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા ઝુંબેશ

જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા ઝુંબેશ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૦
જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા જાળવવા અને નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ એસ.ટી. નિગમ જૂનાગઢ કેન્દ્રના સુપરવાઈઝર અને સ્ટાફગણ દ્વારા એક વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન બસ સ્ટેન્ડ પરિસર અને પ્લેટફોર્મ સહિતની જાહેર જગ્યાઓની સઘન સફાઈ કરવામાં આવી હતી. આ સફાઈ કાર્યક્રમમાં વિભાગીય નિયામક વી.બી. ડાંગર, ડેપો મેનેજર એ.પી. કરમટા તેમજ એસ.ટી. માન્ય ત્રણેય સંગઠનના આગેવાનો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ અને સંગઠનના આગેવાનોએ જાતે સફાઈ કામગીરીમાં સહભાગી થઈ સ્ટાફનો ઉત્સાહ વધાર્યો હતો અને સ્વચ્છતાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે બસ સ્ટેન્ડ એ આપણી જાહેર સંપત્તિ છે, તેથી તેને સ્વચ્છ રાખવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. સાથે જ તેમણે મુસાફરો અને નાગરિકોમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે અને સૌ કચરો કચરાપેટીમાં જ નાખે તે અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.