જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને તેમના પત્નિ સજાેડે તલવાર રાસ રમી સૌને મંત્ર મુગ્ધ કર્યા
જૂનાગઢ તા. ૧૬
જૂનાગઢ શહેરમાં નવરાત્રી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. બીલખા રોડ ઉપર આવેલ પોલીસ તાલીમ વિદ્યાલય ખાતે પણ નવરાત્રી ઉત્સવ ઉમંગભેર ઉજવવામાં આવી રહેલ છે. આ દરમ્યાન પોલીસ તાલીમ વિભાગ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવનાં આ કાર્યક્રમમાં જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા તેમના પત્નિ વંદનાબા ચુડાસમા ખાસ ઉપસ્થિત રહયા હતા અને આ તકે ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને તેમના પત્નિ વંદનાબા ચુડાસમાએ તલવારનો રાસ રમી ઉપસ્થિત સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.


