જૂનાગઢ સહિત જીલ્લામાં વ્યાપક જુગાર દરોડા - ૩૪ જુગારીઓ ઝડપાયા

જૂનાગઢ સહિત જીલ્લામાં વ્યાપક જુગાર દરોડા - ૩૪ જુગારીઓ ઝડપાયા

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૩૧
જૂનાગઢ સહિત જીલ્લામાં પોલીસે જુગારીઓ પર ઘોંષ બોલાવતા બે જુગારધામ સહિત જાહેરમાં જુગાર રમતા ૩૪ જેટલા જુગારીઓને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. 
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સી ડીવીઝન પોલીસે મધુરમના શીતલનગરમાં જાહેરમાં જુગાર રમતા જયોતીબેન હિતેષભાઈ ભાષા, રંજનબેન ખીમજીભાઈ સીંગલ, વિજયાબેન મગનભાઈ પરમાર, લીલાબેન ભનુભાઈ ચાવડા અને વર્ષાબેન કારાભાઈ પરમારને રૂા.૧૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ જયારે જૂનાગઢ તાલુકા પોલીસે બલીયાવડ ગામે અશોક ભગુ વાંકના મકાને જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમવા આવેલ કુલદીપ ભરત બસીયા, જયશરાજ ભનુ વાંક, રણજીત દેસા વાળા, રમેશ દાના મકવાણા, ગોપાલ નરશી થડેશા, સંજય ભીમ દેગામા, અમરા મેઘા મકવાણા, વિક્રમ ભીખા ઝાપડા, જયોતીબેન અશોકભાઈ વાંકને રૂા.૩ર૩૮૦ રોકડ સહિત ૧૧ મોબાઈલ મળી કુલ રૂા.૧,પર,૩૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે જયારે અન્ય દરોડામાં પ્લાસવા ગામે રહેતા માવજી અરજણ સીદપરાના રહેણાંક મકાને જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી માવજી સીદપરા સહિત જુગાર રમવા આવેલ વિનુ નરસી નાવલીયા, હરસુખ મોહન વઘાસીયા, મધુ છગન પટોળીયા, મનસુખ બાવનજી ડાભી, લખમણ ગીગા પરમાર, મનોજ બાબુ શીહોરા, પરેશ જેરામ ડોબરીયા, મનો બચુ કુકડીયાને રૂા.૪૩૯૭૦ રોકડ, પ મોબાઈલ, ૩ મોટર સાયકલ મળી કુલ રૂા.૧,૩૪,૯૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. જૂનાગઢ તાલુકા પોલીસે ડુંગરપુર ગામે જાહેરમાં જુગાર રમતા નારણ બાબુલાલ રાઠોડ, અરજણ સામા પરમાર અને રાજુ બાધા સોલંકીને રૂા.૧૬૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ જયારે બીલખા પોલીસે અવતળીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા નિતેષ રવજી રાદડીયા, મનીષ ભગવાનજી ઠુમર, અશોક ઉર્ફે દિલીપ ધીરજલાલ ઠુંમર, પ્રવીણ ઘેલા ઠુમર, રામજી નાથા રૈયાણી પરસોતમ રણછોડ દોમડીયા, રમેશ ઘેલા વોરા અને મહેન્દ્ર વાલજી બુહાને રૂા.૪ર૭પ૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.