ટ્રમ્પનું જુઠાણુ અને સટોડીયાઓએ ક્રુડમાં મોટો ખેલ કરી નાખ્યો : ર૦ મિનીટમાં રૂા.૮૪૦ કરોડની કમાણી કરી લીધી

ટ્રમ્પનું જુઠાણુ અને સટોડીયાઓએ ક્રુડમાં મોટો ખેલ કરી નાખ્યો : ર૦ મિનીટમાં રૂા.૮૪૦ કરોડની કમાણી કરી લીધી

(એજન્સી)      વોશિંગ્ટન,તા.૨૫:
સોમવારે ડોનલ્ડ ટ્રમ્પે પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશ્યલ પર પાંચ દિવસ સુધી ઈરાનના પાવર પ્લાન્ટ્સમાં પર હુમલો નહીં કરવાની પોસ્ટ કરી, પણ ટ્રમ્પની આ પોસ્ટ જુઠ્ઠાણાથી ભરેલી હોવા છતાં અમેરિકામાં કોઈએ માત્ર ૨૦ મિનિટમાં ૮૪૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. આ ઇનસાઇડર ટ્રેડિગનો મામલો છે. ટ્રમ્પની પોસ્ટ આવે તેની ૧૫ મિનિટ પહેલાં એક રોકાણકારે સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સ (S&P) ૫૦૦ ફયુચર્સ ખરીદ્યા હતા અને ઑઇલ ફયુચર્સ વેચી દીધા હતા. ૧૫ મિનિટ પછી જ્યારે ટ્રમ્પે ઈરાન યુદ્ધ અંગે અપડેટ પોસ્ટ કર્યું ત્યારે આ રોકાણકારે ૧૫ મિનિટમાં ૮૪૦ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. ટ્રમ્પના નિવેદન બાદ ઈરાને કહ્યું હતું કે એણે ટ્રમ્પ સાથે કોઈ યુદ્ધવિરામની ચર્ચા કરી નથી. ઈરાને સ્પષ્ટપણે કહ્યું કે ટ્રમ્પ જૂઠું બોલી રહ્યા છે, સત્ય અને અસત્યનો આ ખેલ મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવી શકે નહીં; પરંતુ ટ્રમ્પની પોસ્ટથી કેટલાક રોકાણકારો ધનવાન બન્યા હતા.