ટ્રમ્પે ફરી ટેરિફ બોમ્બ ફોડ્યો : વિદેશી ડ્રોન પર ૧૦૦ ટકા ટેક્સ લગાવ્યો

ટ્રમ્પનું મુખ્ય ટાર્ગેટ ચીન, પરંતુ ભારતને પણ અસર થશે

ટ્રમ્પે ફરી ટેરિફ બોમ્બ ફોડ્યો : વિદેશી ડ્રોન પર ૧૦૦ ટકા ટેક્સ લગાવ્યો

(એજન્સી)      વોશિંગ્ટન,તા.૧૪:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર અમેરિકાની ર્નિભરતા ઘટાડવાના હેતુથી ચીનથી આયાત થતા ડ્રોન અને તેના ભાગો પર ૧૦૦ ટકા સુધીના ટેરિફની જાહેરાત કરી છે.
વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. 
આ ટેરિફ ૨૫ કિલોગ્રામથી વધુ વજનવાળા સંવેદનશીલ ડ્રોન અથવા થર્મલ ઇમેજિગ જેવી અદ્યતન સુરક્ષા ટેકનોલોજી ધરાવતા ડ્રોન પર લાગુ પડે છે.
જોકે આ ટેરિફ બધા દેશોના ડ્રોન પર લાગુ પડે છે, તેનું પ્રાથમિક લક્ષ્ય ચીન છે. ચીની ડ્રોન ટેકનોલોજીના વર્ચસ્વનો સામનો કરવા માટે, આ ભારે ટેરિફ ફક્ત તે શ્રેણીઓ પર લાદવામાં આવ્યા છે જ્યાં ચીન એકાધિકાર ધરાવે છે, જેમ કે વૈશ્વિક માનવરહિત વિમાન બજારમાં તેનું વર્ચસ્વ. યુએસ કોમશિર્યલ માર્કેટમાં લગભગ ૮૦ ટકા ડ્રોન ચીનમાંથી આવે છે. હોલીવુડથી લઈને કન્ટેન્ટ ક્રિએશન, રિયલ એસ્ટેટ અને કૃષિ ક્ષેત્ર સુધી, અમેરિકામાં ચાઇનીઝ ડ્રોનનો ઉપયોગ થાય છે. ચીની ટેક કંપની DJI (દા-જિયાંગ ઇનોવેશન્સ) વૈશ્વિક કોમશિર્યલ ડ્રોન માર્કેટનો ૭૦ ઠકા થી વધુ હિસ્સો ધરાવે છે.