ડો. સુભાષયુનિવર્સિટીની સ્કૂલ ઓફ ફાર્મસી દ્વારા ક્લિનિકલ રિસર્ચ ક્ષેત્રે કારકિર્દીની તકો અને ઉદ્યોગલક્ષી કૌશલ્યો ઉપર નિષ્ણાંત વ્યાખ્યાન
જૂનાગઢ, તા.૧૦
ડૉ. સુભાષયુનિવર્સિટીની સ્કૂલ ઓફ ફાર્મસી દ્વારા Cliantha Academy (An educational initiative of Cliantha Research) Ahmedabadના સહયોગથી "Clinical Research: Skills, Career Opportunities and Industry Insights" વિષય ઉપર બી.ફાર્મ વિદ્યાર્થીઓ માટે નિષ્ણાત વ્યાખ્યાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ક્લિનિકલ રિસર્ચ ક્ષેત્રમાં ઉપલબ્ધ વિશાળ કારકિર્દીની તકો, ઉદ્યોગની વર્તમાન જરૂરિયાતો તથા સફળ કારકિર્દી માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્ય અંગે માહિતગાર કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન Cliantha Academyના નિષ્ણાતો એ દવાના વિકાસની પ્રક્રિયા, ક્લિનિકલ ટ્રાયલ્સના વિવિધ તબક્કાઓ, Good Clinical Practice (GCP), Regulatory Requirements તેમજ ક્લિનિકલ રિસર્ચ ક્ષેત્રમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત ઉદ્યોગમાં સફળતા માટે જરૂરી ટેકનિકલ તેમજ વ્યવસાયિકકૌશલ્યો અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે ડૉ. સુભાષ યુનિવર્સિટીના માનનીય પ્રમુખ રાજભાઈ ચાવડા તથા પ્રોવોસ્ટ ડૉ. દીપક પટેલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી ગુણવત્તાસભર શિક્ષણની સાથે ઉદ્યોગલક્ષી અભ્યાસ અને વ્યવસાયિક કૌશલ્યના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. શૈક્ષણિક શ્રેષ્ઠતા ઉપરાંત વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ક્ષમતા, નૈતિક મૂલ્યો, નવીનતા અને વૈશ્વિક દૃષ્ટિકોણનો વિકાસ થાય તે માટે યુનિવર્સિટી દ્વારા સમયાંતરે નિષ્ણાત વ્યાખ્યાનો, ઉદ્યોગ-શૈક્ષણિક સંવાદ, તાલીમ કાર્યક્રમો અને કૌશલ્ય વિકાસની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે તૈયાર કરવામાં તેમજ ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર ક્ષેત્રની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા સક્ષમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.


