તૈયાર રહેજાે : જુનમાં પણ ગરમી હાહાકાર મચાવશે

તૈયાર રહેજાે : જુનમાં પણ ગરમી હાહાકાર મચાવશે

(એજન્સી)      નવી દિલ્હી તા.૩૦
દેશમાં જૂનનો મહિનો આવતા જ મોટા ભાગે લોકો આકાશ સામે મીટ માંડે છે. ખેડૂતો ખેતીની તૈયારી શરુ કરી દેતા હોય છે. શહેરોમાં લોકો ગરમીથી રાહતની આશા રાખતા હોય છે. પણ આ વખતે ચોમાસાને લઈ જે તસવીર સામે આવી છે, તેણે લોકોની ચિતા વધારી દીધી છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જૂન ૨૦૨૬માં દેશના મોટા ભાગના વિસ્તારમાં સામાન્યથી ઓછો વરસાદ થઈ શકે છે. એટલું જ નહીં આખા દક્ષિણ-પશ્ચિમ ચોમાસા સિઝન દરમ્યાન પણ વરસાદ Long Period એટલે કે LPAના ખાલી 90 ટકા સુધી રહેવાનું અનુમાન છે.તેનો મતલબ એવો થાય છે કે આ વર્ષે ગરમી જલદી પીછો છોડશે નહીં. ખેતરથી લઈને વીજળી ઉત્પાદન અને પેયજળ સંકટ સુધી, કેટલાય મોરચા પર મુશ્કેલી વધવાની છે. સૌથી વધારે ચિતા એ વાતની છે કે ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતના મોટા ભાગમાં ચોમાસું નબળું રહી શકે છે. આઈએમડીની આ ચેતવણી એવા સમયે આવી છે, જ્યારે દેશ પહેલાથી ભીષણ ગરમી અને હીટવેવનો સામનો કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, ગુજરાત જેવા રાજ્યોમાં તાપમાન સતત રેકોર્ડ તોડી રહ્યું છે. હવામાન વિજ્ઞાનીઓનું કહેવું છે કે પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ વિકસિત થઈ રહી છે, જેની સીધી અસર ભારતીય ચોમાસા પર પડી શકે છે. અલ નીનો મોટા ભાગે સમુદ્રી તાપમાન વધારે છે અને ભારતમાં વરસાદને નબળો પાડે છે.