તા. 2 જૂનથી 10 જૂન 2026 સુધી  ગિરનાર રોપ-વે સેવા વાર્ષિક મેન્ટેનન્સ  અન્વયે  બંધ રહેશે : તા.11 જૂનથી પુનઃ શરૂ થશે

તા. 2 જૂનથી 10 જૂન 2026 સુધી  ગિરનાર રોપ-વે સેવા વાર્ષિક મેન્ટેનન્સ  અન્વયે  બંધ રહેશે : તા.11 જૂનથી પુનઃ શરૂ થશે

જૂનાગઢ: 
ગિરનાર રોપ-વે આગામી તા. 02 જૂન 2026 થી 10 જૂન 2026 સુધી વાર્ષિક મેન્ટેનન્સ ની કામગીરી  અન્વયે  સંપૂર્ણ બંધ રહેશે.
યાત્રિકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને દર વર્ષે આ પ્રકારનું ટેકનિકલ મેન્ટેનન્સ કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન રોપ-વેની તમામ સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં, જેની દરેક પ્રવાસીઓએ નોંધ લેવા વિનંતી છે. વાર્ષિક મેન્ટેનન્સ ની કામગીરી  પૂર્ણ  થયા બાદ તા. 11 જૂન થી  રોપવે સેવાઓ  પુન રાબેતા મુજબ  કાર્યરત થશે. એમ મેનેજમેન્ટ, ગિરનાર રોપ વે જૂનાગઢની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.