દારૂબંધીથી શું પ્રાપ્ત થયું ? સુપ્રિમ કોર્ટનો સવાલ
(એજન્સી) નવી દિલ્હી તા.૧૯:
ગુજરાતમાં શરાબબંધી અને તે વચ્ચે લઠ્ઠાકાંડથી થતા મોત તથા ગેરકાનુની રીતે રાજયમાં જે દારૂની છોળ ઉડી રહી છે તે સંભવત પ્રથમ વખત દેશની સર્વોચ્ચ અદાલતના પ્રશ્નોનો સામનો કરી રહી છે.
મહારાષ્ટ્રમાં મિથોનલ ખરીદીને નિયંત્રીત કરતા પોઈઝન્સ રૂલ્સના નિયમ ૧૮-એ તથા ૧૮-બીને રદ કરતા સમયે સર્વોચ્ચ અદાલતે ગુજરાત અને અન્ય રાજયોમાં લઠ્ઠાકાંડથી થતા મોતની ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે દારૂબંધીથી શું હાંસલ થયું ? સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલા અને ન્યાયમૂર્તિ વિનોદ ચંદ્રનની ખંડપીઠે દારૂબંધીથી થતા પાંચ નુકશાન ગણાવ્યા હતા.
જેમાં રાજય સરકારને મહેસુલી આવકમાં નુકશાન, દારૂબંધીના અમલ માટે વ્યવસ્થા પાછળનો ખર્ચ, પોલીસ ભ્રષ્ટાચાર તથા ગેરકાનુની દારૂ, ઝેરીયા દારૂ, દવાની સમસ્યા ગણાવી હતી અને જણાવ્યું કે સરકારો જે રીતે મેથેનોલની ખરીદી પર નિયંત્રણ કરે છે તેથી ઉત્પાદકોને તેમની દવાઓ માટે અને રંગનું મિશ્રણ કરવાની ફરજ પડે છે.


