ઉપલા દાતારની ધામિર્ક જગ્યામાં ધૂનડાના સંત શ્રી જયંતીરામ બાપાએ ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૯
જૂનાગઢ ઉપલા દાતારની ધામિર્ક જગ્યા ખાતે જામનગર જિલ્લાના ધુનડા ગામના સતપુરણધામ આશ્રમના મહંત શ્રી જયંતિરામબાપા તેમના અનુયાયો અને સેવકો સાથે દાતાર બાપુના દર્શન કરવા પધાર્યા હતા. વહેલી સવારે ઉપલા દાતારની ધામિર્ક જગ્યા ખાતે જયંતીરામ બાપા દાતાર બાપુના દર્શન કરી અને જગ્યાના મહંત શ્રીભીમ બાપુ પાસેથી ઉપલા દાતારની પરંપરા અને ઉપલા દાતારની જગ્યાના સેવા કાર્યોની પ્રશંસા કરી હતી. મહંત ભીમબાપુએ પણ ઉપલા દાતારમાં ચાલી રહેલા આવીરત અંનક્ષેત્ર અને વિશાળ ગૌશાળા અને ભાવિકો ભક્તો માટે દાતારની જગ્યામાં ચાલી રહેલા સેવા કાર્યોની સુવાસ ચારેકોર પ્રસરી રહી છે અને જયંતીરામ બાપાને જગ્યા વીસે નીમાહિતી આપી હતી અને જયંતિરામ બાપા પણ જગ્યાના બધા વિભાગો જોઈ અને લોકોની જે સેવા થઈ રહી છે તે જોઈ અને પ્રભાવિત થયા હતા અને દાતાર બાપુના દર્શન કરી ત્યાં પ્રસાદ લીધો હતો. જયંતીરામ બાપાએ જગ્યાની સેવા કારી પ્રવૃત્તિથી પ્રભાવિત થયા હતા.
આટલી ઉંચાઈ ઉપર આવી સુંદર ગૌશાળા અને અવિરત અંન ક્ષેત્ર ચલાવવું એ દાતાર બાપુની કૃપા જ હોઈ શકે અને ભીમ બાપુને પણ આ બાબતે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. પૂજ્ય જયંતિરામ બાપા સાથે અકિલાના પત્રકાર વિનુભાઈ જાેષી, મેંદરડાના જીવનભાઈ તેરૈયા તથા રસીકભાઈ મહિધરીયા તેમજ કમલેશભાઈ શીલુ અને જયવીન શીલુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


