ધરતી ધગધગી રહી છે : ૭૬ વર્ષ બાદ સુપર ડુપર અલનીનોથી તાપમાન રેકોર્ડબ્રેક સ્તરે પહોંચતા પૃથ્વી પર મહાસંકટ
શિકાગો તા.૦૯
દુનિયા હાલમાં અત્યંત શક્તિશાળી અલ નીનોનો સામનો કરી રહી છે. પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વી ભાગમાં સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં ૩.૪°C વધારે પહોંચી ગયું છે. ૧૯૫૦ પછીનો આ સૌથી શક્તિશાળી અલ નીનો હોવાનું કહેવાય છે. હવામાન નિષ્ણાતો તેને ‘સુપર-ડુપર અલ નીનો’ કહી રહ્યા છે. તેના કારણે દુનિયાના અનેક વિસ્તારોમાં વધુ ગરમી, દુષ્કાળ અથવા ભારે વરસાદ પડી શકે છે. શિકાગો યુનિવસિર્ટીની ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબના સંશોધકોના જણાવ્યા મુજબ, આ અલ નીનોને કારણે જૂન ૨૦૨૬થી ફેબ્રુઆરી ૨૦૨૭ દરમિયાન વિશ્વભરમાં આશરે ૪.૫૧ લાખ વધારાના મોત થઈ શકે છે. વધુ ગરમીને કારણે હીટ સ્ટ્રોક અને અન્ય બીમારીઓનું જાેખમ વધી શકે છે.


