નીતીશકુમાર જ બિહારના આગામી મુખ્યમંત્રી બનશે
નવી દિલ્હી તા.૧૫: બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (દ્ગડ્ઢછ) ની જંગી જીત બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી નીતિશકુમારના નેતૃત્વની ખુલ્લેઆમ પ્રશંસા કરી, તેને સુશાસનનો વિજય ગણાવ્યો. આ નિવેદન રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે ચૂંટણી દરમિયાન વિપક્ષે સતત દાવો કર્યો હતો કે ભાજપ નીતિશ કુમારને ફરીથી મુખ્યમંત્રી નહીં બનાવે. પરંતુ ચૂંટણી પરિણામોએ ફરી એકવાર નીતીશકુમારના દાવાને વધુ મજબુત બનાવ્યો છે. અને ભાજપ નીતીશકુમારને જ મુખ્યમંત્રી બનાવશે તેવા શંકેતો મળી રહ્યા છે.


