નેપાળ પર ફરી પુરનું જાેખમ : પહાડો પર બરફ પીગળવાથી ત્રણ નદીનું જળસ્તર ભયજનક સપાટીથી ઉપર પહોંચ્યું
નેપાળમાં મૃત્યુઆંક ૧૧ર૭ : લાપતા લોકોની સંખ્યા ૪૬૦૦
(એજન્સી) કાઠમંડુ તા.ર
નેપાળમાં ૨૬ ઓગસ્ટે આવેલા ભયાનક પૂર પછી હવે વધુ એક પૂરનું જોખમ મંડરાઈ રહ્યું છે. પહાડો પર બરફ અને ખડકો ધસી પડવાથી નદીઓનો રસ્તો રોકાઈ શકે છે અને અચાનક પાણી નીચે આવવાનો ખતરો વધી શકે છે. નિષ્ણાતોના મતે હિંદુ કુશ હિમાલયમાં ગ્લેશિયર ઝડપથી બરફ ગુમાવી રહ્યા છે.અને પીગળી રહ્યો છે. આ આફતમાં અત્યાર સુધીમાં ૧,૧૨૭ લોકોના મોત થયા છે, જેમાંથી ૯ મૃતદેહ ભારતમાં મળ્યા છે. જ્યારે લગભગ ૪,૬૦૦ લોકો હજુ પણ ગુમ છે. આમાં લગભગ ૫૦૦ વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. બચાવ કામગીરી એક અઠવાડિયા પછી પણ ચાલુ છે.


