નવી કાર ખરીદનાર ગ્રાહકોએ ૪ વર્ષ અને ટૂ-વ્હીલર ખરીદનારને ૬ વર્ષનો થર્ડ પાર્ટી વિમો ફરજીયાત લેવો પડશે

નવી કાર ખરીદનાર ગ્રાહકોએ ૪ વર્ષ અને ટૂ-વ્હીલર ખરીદનારને ૬ વર્ષનો થર્ડ પાર્ટી વિમો ફરજીયાત લેવો પડશે

(એજન્સી)      નવી દિલ્હી,તા.૫:
જે લોકો નવી કાર અથવા બાઈક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે તેમના માટે આ સમાચાર ખૂબ જ મહત્ત્વના છે. સુપ્રીમ કોર્ટે થર્ડ પાર્ટી મોટર ઈંશ્યોરન્સને લઈ મોટો ચુકાદો સંભળાવ્યો છે. હવે નવી કાર ખરીદનારા ગ્રાહકોને ૪ વર્ષ અને નવી ટુવ્હીલર વાહન ખરીદનારાને ૬ વર્ષનો થર્ડ પાર્ટી ઈંશ્યોરન્સ ફરજિયાતપણે લેવો પડશે. કોર્ટે વીમા નિયામક આઈઆરડીએઆઈને આ સંબંધમાં તરત જરૂરી નિર્દેશ જાહેર કરવાનો આદેશ આપ્યો છે.
આ ર્નિણય જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની પીઠે એક મોટર દુર્ઘટના વળતરના મામલાની સુનાવણી દરમિયાન થયો છે. કોર્ટે ખાલી આ મામલાનું નિવારણ નથી કર્યું પણ દેશમાં થર્ડ પાર્ટી ઈંશ્યોરન્સના નિયમોને વધારે મજબૂત બનાવવાના મહત્ત્વના નિર્દેશ પણ આપ્યા છે.