નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર અદાણી એરપોર્ટે સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ શરૂ કરી
મુંબઈ, તા.૭
ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટર, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) એ મુસાફરોને એરપોર્ટમાં આરામ કરવા, ફ્રેશ થવા કે કાર્ય કરવાની સુવિધા આપતી ૮૦ રૂમની ક્ષમતાની સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) ઉપર શરૂ કરી છે.
ટમિર્નલ ૧ ના આગમન સ્તરે બે માળની ટ્રાન્ઝિટ હોટેલ લાંબો સમય રહેવા, વહેલા પ્રસ્થાન, મોડા પહોંચવા અને ટૂંકા રોકાણની જરૂરિયાતોના સંજોગોમાં મુસાફરોની સગવડ માટે શરુ કરવામાં આવી છે. અહીં મહેમાનો શાવર, ભોજન સહિતની વિવિધ હોટેલ સેવાઓની સગવડ મેળવી શકે તે માટે ચાર કલાક અથવા રાત્રિ રોકાણનો વિકલ્પ પસંદ કરી શકે છે.
ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટ્સમાંનું એક આ એરપોર્ટ મુંબઈ મેટ્રોપોલિટન રિજીઅનમાં વધતી જતી ઉડ્ડયન સેવાઓની જરૂરિયાતોને પૂરી કરવા વિકસાવવામાં આવ્યું છે. ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ એરપોર્ટેની વાણિજ્યિક કામગીરીના આરંભ બાદ ૧૫ જુલાઈ ૨૦૨૬ના રોજ અબુ ધાબીની તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સાથે આંતરરાષ્ટ્રીય કામગીરી શરૂ કરી હતી. સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલની શરુઆત સાથે એરપોર્ટની પેસેન્જર અને નોન-એરોનોટિકલ સેવાઓની વધતી જતી ઇકોસિસ્ટમમાં એક નવી હોસ્પિટાલિટી ઉમેરવામાં આવી છે.
આ હોટેલમાં છ શ્રેણીઓમાં ૧૩૦ ચોરસ ફૂટથી ૪૧૦ ચોરસ ફૂટ સુધીના સુપિરિયર સિંગલ, સુપિરિયર ડબલ, સુપિરિયર ટ્વીન, સુપિરિયર એક્સેસિબલ, જુનિયર સ્યુટ અને એક્ઝિક્યુટિવ સ્યુટ મળી ૮૦ રૂમ છે.
સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ હાઇ-સ્પીડ વાઇ-ફાઇ, સ્માર્ટ ટેલિવિઝન, સમપિર્ત વર્કસ્ટેશન, ઇલેક્ટ્રોનિક સેફ, ચા- કોફીની સુવિધાઓ, પ્રીમિયમ બેડ અને બાથ લેનિન, ટોયલેટરીઝ અને રૂમમાં ભોજનની ઓફર કરે છે. એક્સપ્રેસ લોન્ડ્રી, કન્સીજર્ડ સહાય, ૨૪-કલાક હાઉસકીપિંગ, પિક-અપ અને ડ્રોપ સેવાઓ અને વેક-અપ કોલનો પણ મહેમાનો લાભ લઈ શકે છે.


