જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગની પ્રશંસનીય કામગીરી
જૂનાગઢ, તા.૭
સગર્ભા માતાઓ-બહેનો માટે ગુણવત્તા સભર નિ:શુલ્ક સારવાર માટેનું ઉત્તમ સ્થળ એટલે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ગર્ભાશયમાં ૧૦ cmની ગાંઠ, હાઈ બીપી અને ડાયાબિટીસ વાળા સગર્ભા માતાનું સફળ સિઝેરિયન સેક્શન કરી, ૨૭ દિવસ આઈસીયુમાં રાખી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કર્યા દર્દી નામે કાજલ બેન (નામ બદલેલ છે) ઉમર ૨૭ વર્ષ , વજન ૧૧૦ kg, દર્દી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તારીખ ૧૩ .૮. ૨૦૨૬ ના રોજ દાખલ થયેલ. દર્દીને આગળ સીજેરીયનની થી ડીલેવરી હતી તેમજ હાલની પ્રેગનેન્સીમાં દર્દીને હાઈ બી.પી., ડાયાબિટીસ તેમજ ગર્ભાશયમાં ૧૦ cmની ફાઈબ્રોઈડની ગાંઠો હતી. દર્દીનું બીપી ખૂબ વધારે હોવાથી સિવિલ હોસ્પિટલમાં HOD ડોક્ટર પ્રિયંકા જાેગીયાના માર્ગદર્શન હેઠળ, ડોક્ટર ક્રિષ્ના મહેતા અને ડોક્ટર કિશન કુમાર કાનાણીએ સિઝેરિયનથી ડીલેવરી કરાવી ફાઇબ્રોઈડ ગાંઠનું પણ ઓપરેશન કરેલ.
દર્દીનું વજન ખૂબ જ વધારે (૧૧૦ kg) હોવાથી ઓપરેશનના સાતમા દિવસે burst abdomen થઈ ગયેલ હોય જેથી તાત્કાલિક સમય સૂચકતા વાપરીને ગાયનેક વિભાગના ડોક્ટર ફોરમ કાયસ્થ ફરી ઓપરેશન કરેલ અને ભારી જહેમત બાદ દર્દીને ઓબ્સ્ટેટ્રિક્સ આઈસીયુમાં સઘન સારવાર હેઠળ ૨૭ દિવસ સુધી દાખલ કરી, નિયમિત રીતે તેઓનું સઘન મોનિટરિંગ કરી જરૂરી તમામ ગુણવત્તા સભર સારવાર આપી સાજા કરી અને રજા આપવામાં આવેલ.


