પોરબંદરમાં પવિત્ર પુરૂષોત્તમ માસે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન

પોરબંદરમાં પવિત્ર પુરૂષોત્તમ માસે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન

(પ્રતિનિધિ દ્વારા)     ગોસા(ઘેડ) તા.28
પોરબંદર શહેરમાં પવિત્ર પુરૂષોત્તમ (અધિક માસ) નિમિત્તે રઘુવંશી લોહાણા સમાજ માટે સમૂહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 
રઘુવંશી એકતા દ્વારા જલારામ મંડપના સહયોગથી યોજાનાર આ ધામિર્ક કાર્યક્રમમાં વિદ્વાન કથાકાર પૂ.ચંદ્રેશભાઈ વી. સેવકના શ્રીમુખેથી સંગીતમય શ્રીમદ્ ભાગવત કથામૃતનું રસપાન કરાવવામાં આવશે. ધામિર્ક માન્યતા મુજબ પુરૂષોત્તમ માસનું વિશેષ મહત્વ હોય છે અને આ માસમાં કરવામાં આવતા ધામિર્ક કાર્યનું અનેક ગણું પુણ્યફળ મળે છે. ખાસ કરીને શ્રીમદ્ ભાગવત સપ્તાહના શ્રવણ-પાઠથી પિતૃઓ સંતોષ પામે છે, પિતૃદોષનો નાશ થાય છે અને ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ સપ્તાહનો પ્રારંભ તા.1 જૂન 2026, સોમવારથી કૃષ્ણ પક્ષ જેઠ વદ એકમથી થશે. કાર્યક્રમનું સ્થળ શારદા નંદલાલ શાહ એસી હોલ, સત્યનારાયણ મંદિર પાસે, પોરબંદર રાખવામાં આવ્યું છે. સપ્તાહ દરમ્યાન વામન ચરિત્ર, શ્રીરામ પ્રાગટ્ય, શ્રીકૃષ્ણ પ્રાગટ્ય-નંદ મહોત્સવ, ગોવર્ધન પૂજા, અન્નકૂટ મહોત્સવ તેમજ રૂક્મણી-શ્રીકૃષ્ણ વિવાહ જેવા પાવન પ્રસંગોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. 
સમૂહ સપ્તાહમાં પોથી યજમાન પદે બેસવા ઇચ્છુકોએ હિતેશ કારિયા (મો. 98252 85984) તથા જલારામ મંડપના રાજુભાઈ રૂઘાણી (મો. 99989 33257)નો સંપર્ક કરી નોંધણી કરાવી શકે છે. આ પુણ્યકાર્ય માટે હસુભાઈ પોપટ, કિશોરભાઈ કાનાણી, કેતનભાઈ ઠકરાર, યોગેશભાઈ ચોટાઈ, વિજયભાઈ મોનાણી તેમજ રઘુવંશી એકતા લેડીઝ વિંગની ગીતાબેન તન્ના, કૃષ્ણાબેન પોપટ, અલકાબેન દતાણી, કૃપાબેન કારિયા, ભૂમિબેન કારિયા સહિત તમામ સભ્યો દ્વારા સપ્તાહને સફળ બનાવવા ઉત્સાહભેર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.