પશ્ચિમ બંગાળ-તામિલનાડુમાં બમ્પર મતદાન

પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કામાં 152 બેઠકો અને તામિલનાડુમાં તમામ 242 બેઠકો પર યોજાઈ રહેલું મતદાન : બપોરે 3 વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં 78 ટકા, તામિલનાડુમાં 70 ટકા મતદાન નોંધાયું

(એજન્સી)   નવી દિલ્હી, તા.૨૩:
પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન હિંસા અને વિવાદોના વંટોળ વચ્ચે શરૂ થયું છે. શાસક તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની સીધી ટક્કરમાં 16 જિલ્લાની 152 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે.  
આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ પશ્ચિમ બંગાળમાં બપોરના 3 કલાક સુધીમાં 78 ટકા જાેરદાર મતદાન નોંધાયું હતું. જયારે તામિલનાડુમાં સમાન સમયગાળામાં 70 ટકા મતદાન નોંધાયું છે. બન્ને રાજયોમાં પ્રારંભથી જ મતદાનની ગતિ ખુબ જ ઝડપી રહી છે. મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જાેવા મળી રહી છે. 
મુશિર્દાબાદના નાઓડામાં અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલા દેશી બોમ્બના હુમલાએ ચૂંટણીના વાતાવરણમાં ભય ફેલાવ્યો છે, જેમાં અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ તરફ માલદા અને મુશિર્દાબાદની શાળાઓમાં ઈફસ્ મશીનો ખોટકાવવાને કારણે મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મુર્શિદાબાદમાં નવદામાં હુમાયુ કબીર અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ભારે ઝડપ થઈ હતી. 
બીજી તરફ, દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં માહોલ એકદમ ફિલ્મી અને ઉત્સાહ જનક છે. રાજ્યની તમામ 234 બેઠકો પર એકસાથે મતદાન થઈ રહ્યું છે, જ્યાં 5.67 કરોડ મતદારો મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના ભવિષ્યનો ફેંસલો કરશે. વહેલી સવારે સુપરસ્ટાર રજનીકાંત, કમલ હાસન અને શ્રુતિ હાસન જેવા દિગ્ગજોએ મતદાન મથક પર પહોંચીને સામાન્ય નાગરિકોની જેમ લાઈનમાં ઉભા રહી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.