બંધારણીય કચેરીમાં ઉચ્ચ હોદો ધરાવનાર વ્યક્તિ કોઈ સમાજનું અપમાન કરી શકે નહીં : સુપ્રિમ કોર્ટ
(એજન્સી) નવી દિલ્હી તા.ર૬
બંધારણીય કચેરીમાં ઉચ્ચ જાહેર હોદ્દા સંભાળનાર વ્યક્તિઓ રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતામાં મહત્ત્વના પરિબળ છે અને તેથી તેઓ ધર્મ, ભાષા, જ્ઞાતિ કે પ્રાંતના આધારે કોઈ ચોક્કસ સમાજનું અપમાન કરી શકે નહીં. પોતાની સ્પીચ, મીમ્સ, કાર્ટૂન અથવા વિઝ્યુઅલ આર્ટના માધ્યમથી એક્ટરને પણ કોઈ સમાજને ખરાબ ચીતરવાનો કે તેની હાંસી ઉડાવવાનો અધિકાર મળતો નથી. નેટફિલક્સ પર રિલીઝ થનારી ક્રાઈમ થ્રિલર ‘ઘૂસખોર પંડત‘ને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે ૩૯ પેજના હુકમમાં નોંધ્યુ હતું કે, બંધારણ અન્વયે કોઈ પણ એક્ટરને ચોક્કસ સમાજની ટીકા કરવાની છૂટ મળતી નથી. ધર્મ, ભાષા, જ્ઞાતિ કે પ્રાંતના આધારે કોઈ સમાજને ટાર્ગેટ બનાવવાનું કૃત્ય બંધારણીય રીતે અસ્વીકૃત છે.


