બહાઉદ્દીન વિનયન કોલેજના વિદ્યાર્થીઓ યુવક મહોત્સવમાં વિજેતા
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૩
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવસિર્ટી દ્વારા આયોજિત આઠમો યુવક મહોત્સવ ‘કલા ઉત્સવ-૨૦૨૬‘ તારીખ ૯-૧૦-૨૦૨૬ અને ૧૦-૧૦-૨૦૨૬ દરમિયાન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવસિર્ટી ખાતે યોજાયો હતો. આ યુવક મહોત્સવમાં બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓના નામ આ મુજબ છે. કાવ્ય પઠન સ્પર્ધામાં પ્રથમ નંબર બારસીયા વિશ્વા પી., કલે મોડેલિંગમાં પ્રથમ નંબર કરમુર ઈશા કે., લઘુ નાટકમાં પ્રથમ નંબર, શાસ્ત્રીય સ્વર વાદ્યમાં દ્વિતીય નંબર વ્યાસ કલ્યાણી પી., વક્તૃત્વ સ્પર્ધા દ્વિતીય નંબર બારસિયા વિશ્વા પી., દુહા છંદ સ્પર્ધામાં દ્વિતીય નંબર નાકરાણી ગીગાભાઈ કાર્ટૂનિંગ સ્પર્ધામાં તૃતીય નંબર કરમુર ઈશા કે., મુક અભિનયમાં તૃતીય નંબર, એકાંકી સ્પર્ધામાં તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. યુવક મહોત્સવમાં તમામ વિભાગમાં નંબરો પ્રાપ્ત કરીને કોલેજનું પ્રદર્શન સારૂ રહ્યું હતું. સારા પ્રદર્શનના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેકન્ડ રનર્સઅપની ટ્રોફી યુનિવસિર્ટી દ્વારા આપવામાં આવી હતી. કોલેજની આ સફળતાને બિરદાવવા માટે પ્રિન્સિપાલ ડો. જે.આર. વાંઝા અને ડો. પી.વી. બારસીયાએ વિદ્યાર્થીઓને અને ટીમ મેનેજર તરીકે ડો. આલોક વાઘેલા, ડો. જી. એચ. જાની, ક્ષિતિબેન વૈષ્ણવ અને જાનવીબેન સાકરીયાને બિરદાવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદ્બોધન આપ્યું હતું. પ્રિન્સિપાલ સાહેબના આ ઉદ્દબોધનથી વિદ્યાર્થીઓ ઉત્સાહિત થયા હતા.


