ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેએ મૌન તોડયું : ચીન સાથેના સરહદી વિવાદમાં એક ઈંચ જમીન પણ ગુમાવી નથી

ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેએ મૌન તોડયું : ચીન સાથેના સરહદી વિવાદમાં એક ઈંચ જમીન પણ ગુમાવી નથી

(એજન્સી)        નવી દિલ્હી તા.રપ:
ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ તેમના અપ્રકાશિત સંસ્મરણ "ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની" ને લગતા રાજકીય વિવાદ પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે ૨૦૨૦ ના ભારત-ચીન સરહદ વિવાદ પર પોતાના વલણનો મજબૂત રીતે બચાવ કર્યો.
એક વિશિષ્ટ મુલાકાતમાં, જનરલ નરવણેએ તેમના નિવેદનને પુનરાવતિર્ત કર્યું કે આપણે ચીન સામે એક ઇંચ પણ જમીન ગુમાવી નથી. તેમણે કહ્યું કે રાજકીય નેતૃત્વ લશ્કરી બાબતોમાં સીધી દખલ કરતું નથી અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ર્નિણયો કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) દ્વારા લેવામાં આવે છે.
સશસ્ત્ર દળોને રાજકારણથી શક્ય તેટલું દૂર રાખવું જોઈએ. કોઈ ચોક્કસ નિવેદન વડા પ્રધાનને આભારી રાખવું યોગ્ય નથી. વિવાદના કેન્દ્રમાં જનરલ નરવણેનો દાવો છે કે ૨૦૨૦ ના પૂર્વી લદ્દાખ ગતિરોધ દરમિયાન ભારતે કોઈ પ્રદેશ ગુમાવ્યો નથી. કોંગ્રેસના નેતાઓએ વારંવાર આ દાવાને પડકાર્યો છે, ભૂતપૂર્વ આર્મી ચીફના સંસ્મરણોના અંશો ટાંકીને અલગ જ વાર્તા કહે છે. જોકે, ભૂતપૂર્વ આર્મી ચીફે આ બાબતે સ્પષ્ટ વલણ જાળવી રાખ્યું છે.