ભારતમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પાછળ અમેરીકાનો હાથ હોવાનો દાવો
(એજન્સી) નવી દિલ્હી તા.૧૯:
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને સાંપ્રદાયિક સંવાદિતા પ્રચારક માર્કન્ડેય કાત્જુએ એક વિવાદાસ્પદ દાવો કર્યો છે કે ભારતમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પાછળ અમેરીકાની સરકારનો હાથ હોઈ શકે છે અને તે ગુપ્ત રીતે તેમને ભંડોળ પૂરું પાડી રહી છે. તેમણે આ આરોપને BRICSમાં ભારતની સક્રિય ભૂમિકા અને રશિયા અને ચીન સાથે વધતા સંબંધો સાથે જાેડ્યો.
X પર પોસ્ટ કરતાં, કાત્જુએ લખ્યું, જાે અમેરિકન સરકાર ભારતમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોની પાછળ હોય અને ગુપ્ત રીતે ભંડોળ પૂરું પાડે તો તેમને આર્ય થશે નહીં. તેમના મતે, અમેરિકા ગુસ્સે છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સમાં જાેડાયા છે, જેના નેતૃત્વમાં ચીન અને રશિયાનો સમાવેશ થાય છે, જેમને તેમણે અમેરિકાના દુશ્મનો ગણાવ્યા હતા.
કાત્જુએ આરોપ લગાવ્યો કે મોદી સરકાર આ દેશો સાથે તેની નિકટતા વધારી રહી છે. તેમણે સૂચવ્યું કે આ વોશિગ્ટન માટે ભારતમાં અસંતોષ ફેલાવવાનું કારણ હોઈ શકે છે.


