રાજયમાં શીયાળાના પગરવને બદલે ઉનાળા જેવી તિવ્ર ગરમી

રાજયમાં શીયાળાના પગરવને બદલે ઉનાળા જેવી તિવ્ર ગરમી

(બ્યુરો)         અમદાવાદ તા.૧૯
ઓકટોબર મહિનો અર્ધો પસાર થઈ ગયો છે. પરંતુ શિયાળાની આહટને બદલે ઉનાળા જેવા દિવસો અનુભવાય રહ્યા છે.ત્યારે એક સંશોધનમાં એવો ખુલાસો થયો છે કે ગુજરાતમા દરેક દાયકામાં ગરમીનાં દિવસોની સંખ્યા ૨.૩ વધી રહી છે.
૧૯૫૫ થી ૨૦૨૫ સુધીનાં વર્ષોનાં તાપમાનનાં અધ્યયનમાં આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ભારતીય હવામાન વિભાગ તથા કૃષિ રિસર્ચ કાઉન્સીલનાં નિષ્ણાંતો દ્વારા તૈયાર થયેલો રીપોર્ટ ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કલાયમેટોલોજીમાં પ્રકાશીત થયો છે.
તેમાં ગુજરાતમાં ઉંચા તાપમાન ધરાવતા દિવસ-રાતની વધતી સંખ્યાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ૧૯૫૧ થી ૨૦૨૫ સુધીના દરેક દાયકામાં ૩૫ ડીગ્રીથી વધુ તાપમાન ધરાવતા દિવસોની સંખ્યામાં ૨.૩ નો વધારો થયો છે માત્ર દિવસ જ નહિં ઉંચુ તાપમાન ધરાવતી રાતની સંખ્યની પણ વધી રહી છે. ૨૦ ડીગ્રી કે વધુનુ તાપમાન ધરાવતી રાત્રીની સંખ્યા દરેક દાયકામાં ૧.૫ વધી રહી છે.