રાંધણગેસની અછતને કારણે મુંબઈની ર૦ ટકા હોટલ બંધ થઈ ગઈ : આગામી બે દિવસમાં પ૦ ટકા બંધ થઈ જશે

રાંધણગેસની અછતને કારણે મુંબઈની ર૦ ટકા હોટલ બંધ થઈ ગઈ : આગામી બે દિવસમાં પ૦ ટકા બંધ થઈ જશે

(એજન્સી)         મુંબઈ તા.૧૦:
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારત પર પડી રહી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગેસ પુરવઠાની અછત શરૂ થઈ ગઈ છે. ગેસ હોટલ એસોસિએશનએ અહેવાલ આપ્યો છે કે ગેસ પુરવઠાની સમસ્યાઓને કારણે મુંબઈની ૨૦ ટકા  હોટલો અત્યાર સુધીમાં બંધ થઈ ગઈ છે. એસોસિએશનનું કહેવું છે કે જો પરિસ્થિતિ આવી જ રહેશે, તો આગામી બે દિવસમાં મુંબઈની ૫૦ ટકા જેટલી હોટલો બંધ થઈ શકે છે.એસોસિએશન દ્વારા હજુ સુધી હોટલો બંધ કરવાનો કોઈ સત્તાવાર ર્નિણય લેવામાં આવ્યો નથી. હોટલ માલિકોએ નક્કી કરવાનું રહેશે કે તેમની હોટલો ચાલુ રાખવી કે નહીં.મુંબઈ ઉપરાંત, ચેન્નાઈ હોટેલ એસોસિએશને શહેરમાં LPG સિલિન્ડરોની તીવ્ર અછત અંગે ઊંડી ચિતા વ્યક્ત કરી છે. આ કટોકટીને પહોંચી વળવા માટે એસોસિએશને વડા પ્રધાન  મોદીને પત્ર લખ્યો છે. એસોસિએશને જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કોમશિર્યલ ન્ઁય્નો પુરવઠો અસ્થાયી રૂપે બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ ર્નિણયની રેસ્ટોરાં અને ખાદ્ય સંબંધિત વ્યવસાયો પર ગંભીર અસર પડી શકે છે.