રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નેશનલ એજ્યુકેશન ગ્લોરી એવોર્ડ ૨૦૨૬ થી નિરવભાઈ હિરપરા સન્માનિત
જૂનાગઢ તા. ૭
ભવનાથ પ્રાથમિક શાળા, જુનાગઢના આસિસ્ટન્ટ શિક્ષક નિરવભાઈ વ્રજલાલ હિરપરા ને શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન અને સેવાઓ બદલ શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે કાર્યરત સંસ્થા બાલરક્ષક પ્રતિષ્ઠાન તરફથી " રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નેશનલ એજ્યુકેશન ગ્લોરી એવોર્ડ - ૨૦૨૬ " થી સન્માનિત કરવામાં આવ્યા છે. તા. ૪ ઓક્ટોબર ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૯:૦૦ કલાકે ભાનુભાઈ આઈ. પટેલ એલિકોન હોલ, આણંદ ખાતે "રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નેશનલ એજ્યુકેશન ગ્લોરી એવોર્ડ" સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નિરવભાઈ હિરપરા છેલ્લા ૨૦ વર્ષથી શિક્ષણક્ષેત્રે કાર્યરત છે અને M.A. (Psychology), B.Ed. તથા LLB જેવી શૈક્ષણિક લાયકાત ધરાવે છે. તેમણે શિક્ષણમાં નવીન અભિગમ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની તેમની કામગીરીને ધ્યાનમાં લઈ આ સન્માન આપવામાં આવ્યું છે. આ સિદ્ધિ બદલ ભવનાથ પ્રાથમિક શાળાના આચાર્ય તથા સ્ટાફ પરિવાર એ તથા શિક્ષક મંડળે નિરવ ભાઈ હિરપરાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.


