ડો. સુભાષ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એગ્રીકલ્ચરમાં ‘દીક્ષારંભ-સ્ટુડન્ટ ઇંડક્શન પ્રોગ્રામ-૨૦૨૬’ યોજાયો
જૂનાગઢ, તા.૭
ડો.સુભાષ યુનિવર્સિટી, જુનાગઢની સ્કૂલ ઓફ એગ્રીકલ્ચર દ્વારા તા. ૨૮સપ્ટેમ્બરથી૩ ઓક્ટોબર દરમિયાન નવા પ્રવેશિતબી.એસ.સી. એગ્રીકલ્ચરનાના વિદ્યાર્થીઓ માટેદીક્ષારંભ – સ્ટુડન્ટઇંડક્શન પ્રોગ્રામમ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રની શૈક્ષણિક, સંશોધનાત્મક અને વ્યવસાયિકતકો સાથે પરિચિત કરાવવાનો તથા પ્રાયોગિક શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો.
કાર્યક્રમ અંતર્ગત ઑરિએન્ટેશન, પ્રેરણાદાયીસત્રો, કેમ્પસ ટૂર તેમજ અક્ષય સીડ્સ ઇન્ડસ્ટ્રી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, ખડિયા ફાર્મ અને વડાલ ખાતે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત સહિતની વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. અક્ષય સીડ્સઇન્ડસ્ટ્રીની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ બીજનીસોર્ટિંગ, ગ્રેડિંગ, પ્રોસેસિંગ, પેકેજિંગ, કોલ્ડસ્ટોરેજ તથા બીજ ગુણવત્તા પરીક્ષણનીપ્રક્રિયાઓ જાણી હતી. ખડિયા ફાર્મ ખાતે નેટ હાઉસ તથા વિવિધ પાકોનું અવલોકન કર્યું હતું.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન સીડ સાયન્સ વિભાગ, ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી, વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, કીટકશાસ્ત્ર વિભાગ, નર્સરી તથા કૃષિ દર્શનાલયની મુલાકાત લઈ વિદ્યાર્થીઓએ કૃષિ ટેકનોલોજી, ખાદ્ય ગુણવત્તા, વનસ્પતિ રોગો તથા ઔષધીયવનસ્પતિઓ અંગે પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું હતું. વડાલ ખાતે પ્રગતિશીલ ખેડૂત શ્રી હિતેશભાઈદોમડિયાએ કુદરતી ખેતી અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અંગે પોતાના વ્યવહારૂ અનુભવો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા હતા.
સમાપન દિવસે વિવિધ જૂથ પ્રવૃત્તિઓ અને બૌદ્ધિક રમતો દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સંવાદ કૌશલ્ય, ટીમવર્ક, સર્જનાત્મકતા અને નેતૃત્વ જેવા ગુણોના વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને વર્ગખંડથી ખેતર સુધીના શિક્ષણનો પ્રાયોગિક અનુભવ મળ્યો હતો, જેના થકી તેમની શૈક્ષણિક સફરની શરૂઆત જ્ઞાનવર્ધક અને યાદગાર બની હતી.
યુનિવર્સિટીનાપ્રેસિડેન્ટ રાજભાઈ ચાવડા અને પ્રોવોસ્ટ ડો.દીપક પટેલેઆ દીક્ષારંભ કાર્યક્રમને બિરદાવતાં જણાવ્યું હતું કે, કૃષિ શિક્ષણમાં પ્રાયોગિક અભિગમ, ઉદ્યોગ સાથેનું જાેડાણ અને આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારો માટે વધુ સક્ષમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.


