વિસાવદર તાલુકાના શોભાવડલા ગામે સગીરે ભાઈ અને ગર્ભવતી ભાભીને મોતને ઘાટ ઉતારી લાશ દાટી દીધી
વારંવાર ઘરમાં ઝઘડા કરતા હોય તેમજ વ્યસન ન કરવાનો ઠપકો આપતા મોટાભાઈને પતાવી દીધો, ભાભીને જાણ થતા કોઈને કહેશે તેવી બીકને લીધે ગર્ભવતી ભાભીનું પણ ઢીમ ઢાળી દીધું : સગીર અને તેની માતાએ ગુનો છુપાવવા સ્ટોરી ઘડી કાઢી
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧
વિસાવદર તાલુકાના શોભાવડલા (લશ્કર)ગામે આવેલ કાનાવડલા ગામના પાટીયા પાસે ખોડીયાર મંદિર ખાતે ગત તા.૧૬-૧૦-રપના રોજ સગીર ભાઈએ ભાઈ અને ગર્ભવતી ભાભીની હત્યા કર્યા બાદ બંનેની લાશોને ખાડો ખોદી દાટી દીધાનો બનાવ બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આ સનસનીખેજ બનાવની બહાર આવેલી વિગતોમાં પોલીસ વિભાગ અને સંબંધીત તંત્ર દ્વારા ખોડિયાર આશ્રમમમાં પ્રવેશી કોદાળી-પાવડા સાથે સિમેન્ટ કોંક્રિટ કરેલી જગ્યાએ ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ ખોદકામ શરૂ કરતા જ હાજર લોકોને દુર્ગંધ આવવા લાગે છે અને સૌ કોઈ એકબીજા સામે જોતા રહે છે. થોડીવારમાં સિમેન્ટ કોંક્રિટ અને માટીનો ઢગલો થઈ જાય છે અને ત્રણ લાશ બહાર કાઢવામાં આવી હતી. જેમાં એક પુરુષ, પ્રેગ્નન્ટ મહિલા તથા તેનું ભ્રુણ બહાર કાઢે છે. આ સાથે જ દ્રશ્યમ ફિલ્મને આંટી મારે એવી ટ્રિપલ મર્ડરની એક ઘટના સામે આવે છે. આ ટ્રિપલ મર્ડરને અંજામ આપનાર બીજું કોઈ નહીં પણ મૃતકનો સગીર ભાઈ જ હોય છે.
આ ચકચારી બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર શોભાવડલા ગામે ખોડીયાર મંદિર આશ્રમ ખાતે રહેતા એક પરિવારના મોટાભાઈ શિવમએ તેના સગીર ભાઈ કે જે વારંવાર વ્યસન કરી ઘરમાં ઝઘડો કરતો હતો તેને વ્યસન ન કરવા સમજાવતો હતો. જેથી તેને મોટો ભાઈ કાંટાની જેમ ખૂંચતો હતો, જેથી સગીરે ભાઈની હત્યા કરવાનું પહેલેથી જ નક્કી કરી લીધું હતું અને ૧૬ ઓક્ટોબરની સવારે શિવમ જ્યારે તેના ઘરમાં સૂતો હતો. તે જ સમયે સગીરે તેના માથામાં લોખંડનો પાઇપ મારી હત્યા કરી દીધી હતી. મૃતક શિવમે બૂમ પાડતા તેની પત્ની કંચન ઘરમાં જોવા ગઈ તે સમયે શિવમના માથામાંથી લોહી વહેતું હતું પતિની હત્યાની જાણ ભાભીને થઈ ગઈ છે અને તે કોઈ બીજાને કહી દેશે તેનો ડર રાખી સગીરે તેની ભાભીને પણ માથાના ભાગે લોખંડનો પાઇપ મારી પતાવી દીધી હતી. ભાઈ-ભાભીની લોથ ઢાળી દીધા બાદ સગીરે પોતાના જ આશ્રમના મકાનમાં ત્રિકમથી ૫ ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદ્યો હતો અને લાશ જલદી સડી જાય તે માટે ભાઈ-ભાભીને ર્નિવસ્ત્ર કરી દાટ્યા. એક તરફ ભાઈની ડેડબોડી મૂકી અને ભાઈના પગ પાસે ભાભીનું માથું મૂકી દાટી દીધા હતા. અને કપડા સળગાવી દીધા હતા. બાદમાં માતા આવતા તેઓને બનાવની વાત કરતા બંનેએ ઘરમાં રહેલ લોહીના ધાબા અને લોખંડના પાઈપમા રહેલ લોહીના ડાઘા સાફ કરી પુરાવાનો નાશ કર્યો હતો. ગુનાને અંજામ આપ્યાના લગભગ ૬ દિવસ પછી, એટલે કે ૨૧ ઓક્ટોબરે, હત્યારા સગીરે મૃતક ભાભીના પિતાને ફોન કર્યો હતો. દરમ્યાન મૃતક કંચન કુમારીના ભાઈ લલનકુમારે જણાવ્યું હતું કે, જમાઈના ભાઈએ ફોન કર્યો હતો અને કહ્યું કે ગાડી લઈને મેળો જોવા ગયા હતા જ્યાં તમારી દીકરી અને જમાઈનો ગંભીર અકસ્માત થયો છે અને બંને મૃત્યુ પામ્યા છે. લલનકુમારે વધુમાં જણાવ્યું હતું કે, મારા જીજાજીના ભાઈએ કહ્યું કે હું હોસ્પિટલ ગયો હતો, પરંતુ ત્યાંથી પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા છે. મારા બીજા મોટા જીજાજીએ અહીં જીઁને ફોન કર્યો હતો અને પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે અહીં આવો કોઈ કેસ નથી. ત્યાર બાદ ફરી તેણે કહ્યું કે, પોસ્ટમોર્ટમ થઈને મૃતદેહ આવી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, અમે ૩ વાગ્યા સુધી રાહ જોઈ. ત્યાર બાદ કહ્યું કે ફોટો-વીડિયો આવી રહ્યા છે અને અન્ય અકસ્માતના ફોટા-વીડિયો મોકલ્યા હતા જેનાથી અમને શંકા ગઈ. ત્યાર બાદ અમે અહીંયા આવ્યા અને આ શંકાના આધારે મેં અને મારા મોટા જીજાજીએ સાથે મળીને વિસાવદર પોલીસનો સંપર્ક કર્યો હતો.પોલીસને જાણ થતા જ વિસાવદર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો. વિસાવદર ઁૈં એસ. એન સોનારાએ તપાસના તમામ એંગલ પર કામ શરૂ કર્યું અને ધીમે ધીમે આ તપાસ ખોડિયાર આશ્રમમાં રહેતા પરિવાર સુધી પહોંચી હતી. ત્યાર બાદ ૩૧ ઓક્ટોબરે પોલીસે આશ્રમમાં જઈ ડેડબોડી બહાર કાઢી અને મૃતકના સગીર ભાઈને દબોચી લીધો, શંકાના આધારે પકડી લીધા બાદ સઘન પૂછપરછ કરતા આખરે સગીર આરોપી ભાંગી પડ્યો અને તેણે ગુનો કબૂલી લીધો હતો. દરમ્યાન છજીઁ રોહિત ડગર, પ્રાંત અધિકારી અને મામલતદાર સહિત પોલીસની ટીમે સગીર આરોપીને સાથે રાખી ઘટનાસ્થળ પર ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. ઘટના સ્થળે જોયેલા દૃશ્યો ભલભલાના રૂવાડાં ઊભા કરી દે તેવા હતા. પોલીસે રૂમમાં ખોદકામ કરી કોહવાયેલી હાલતમાં દંપતીના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃતક મહિલા છ મહિનાની ગર્ભવતી હોવાથી દંપતી અને એક શિશુ સહિત ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા.
છજીઁ રોહિત ડગરે જણાવ્યું હતું કે, અમને શોભાવડલા ગામે પતિ-પત્ની ગુમ થયાની માહિતી મળી હતી અને તેમનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. અમે તેમના લોકેશનની તપાસ કરી રહ્યા હતા. આ દરમ્યાન કેટલાક લોકોની પૂછપરછ કરી જેના આધારે અમે શંકા ગઈ કે તેમની હત્યા કરી તેમની ડેડબોડીને દાટી દેવામાં આવી છે. જેથી તપાસ કરતા ઘરમાંથી દટાયેલી ત્રણ લાશ મળી આવી હતી. કોહવાયેલા દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા. હાલ આરોપીની ધરપકડ કરી અને અન્ય આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં મૃતક કંચનના પિતાએ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને માતા વિભાબેન ઉર્ફે બિરમાદેવી અજયગીરી દશનામી વિરૂધ્ધ વિસાવદર પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ઈ.ચા.પીઆઈ સોનારાએ હાથ ધરી છે.


