વહેલી સવારે ઠંડો પવન ફુંકાતા શિતલહેરને પગલે જનજીવન પ્રભાવિત જૂનાગઢ શહેરમાં કાતીલ ઠંડીનો સપાટો : ગીરનાર પર પ.૯ ડીગ્રી

વહેલી સવારે ઠંડો પવન ફુંકાતા શિતલહેરને પગલે જનજીવન પ્રભાવિત જૂનાગઢ શહેરમાં કાતીલ ઠંડીનો સપાટો : ગીરનાર પર પ.૯ ડીગ્રી

જૂનાગઢ તા. ૯
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં શિયાળાની કાતિલ ઠંડીનો સપાટો બોલાવ્યો છે અને કડકડતી ઠંડીને લઈને જનજીવન ભારે પ્રભાવિત બન્યું છે. જૂનાગઢ નજીક આવેલા ગીરનાર પર આજે સીઝનનું સૌથી વધારે નીચુ તાપમાન પ.૯ ડીગ્રી નોંધાયું હતું. ડીસેમ્બર માસથી જ જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ઠંડી શરૂ થઈ હતી અને દિવસે દિવસે વધી રહેલી ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. દરમ્યાન જાન્યુઆરી માસની શરૂઆત સાથે જ ઠંડીમાં પણ સતત વધારો જાેવા મળ્યો હતો. હાડ ધ્રુજાવતી કાતિલ ઠંડીનાં કારણે  સમી સાંજથી જ લોકો કામ સિવાય ઘર બહાર નીકળતા નથી. અને ફરજીયાત ગરમ વસ્ત્રો ધારણ કરી અને બહાર હરતા ફરતા જાેવા મળે છે. આ સાથે જ જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્ર અને ગીરનાર ખાતે પણ અતિશય ઠંડીને કારણે પ્રવાસી જનતાને પણ ભારે ઠંડીનો માર સહન કરવો પડી રહયો છે. માનવ જીવનની સાથે પશુ-પક્ષીઓને પણ ઠંડીની અસર થઈ રહી છે. દરમ્યાન ભારે પવનથી આજે સવારે ગીરનાર પર લઘુતમ તાપમાન વધુ ઘટતા પ.૯ ડીગ્રી કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. ગીરનાર પર ગઈકાલે ૭.૬ ડીગ્રી લઘુતમ તાપમાન રહયા બાદ આજે સવારે પારો વધુ નીચે ઉતરીને પ.૯ ડીગ્રીએ સ્થિર થયો હતો. અને ગીરનાર પર્વત વિસ્તારમાં કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. કાતિલ ઠંડીની સાથે તેજ પવન પણ ફુંકાતા ઠંડીની અસર વધુ તીવ્ર બની હતી. ગીરનાર પર્વતની સાથે સાથે જૂનાગઢ શહેરમાં પણ આજે સવારે લઘુતમ તાપમાન ઘટીને ૧૦.૯ ડીગ્રી નોંધાતા કાતિલ ઠંડી વધી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ર ટકા રહેતા વહેલી સવારે ઝાંકળ વર્ષા થઈ હતી. સવારથી જ ૭ કિમીની ઝડપે ઠંડો પવન ફંુકાતા શિતલહેર પ્રસરી હતી.