સિકાચા ગામે ભાદરપુલ પાસે બાવળની કાટમાં રમતા જુગાર પર એલસીબીનો દરોડો
૫ પત્તા પ્રેમી ઝડપાયા, ૪ ફરાર : ૬૪,૮૦૦નો મુદ્દામાલ કબ્જે
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૩
પોરબંદરના ઘેડ વિસ્તારના નવીબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિકાચા ગામે ભાદરપુલ પાસે બાવળની કાટમાં જાહેરમાં ગંજીપત્તા ના પાના વડે જુગાર રમેં છે તેવી બાતમી પરથી પોરબંદર ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી જાહેરમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા કુલ ૯ શખ્સોમાંથી ૫ને ૬૪,૮૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ ક્યારે ૪ શખ્સો નાચી જતા તમામ સામે કાર્યવાહી કરી છે. જૂનાગઢ રેંજના પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડિયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબંદર જિલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિને નેસ્ત્ત નાબૂદ કરવા અને વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના કરવામાં આવેલ. જે સૂચના અનુસંધાને પોરબંદર એલ.સી.બી.ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટબલ જીતુભાઈ દાસા તથા પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણ હકીકત મળેલ કે સિકાચા ગામે ભાદરપુલ પાસે બાવળની કાટમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમે છે તેવી બાતમી મળતા મળેલ બાતમીના આધારે હકીકતવાળી જગ્યાએ રેઈડ કરતા જુગાર રમતા કુલ ૯ ઇસમો જુગા રમતા હોય. જે પૈકી ૦૫ ઇસમો (૧) કિરણ બાબુભાઇ પરમાર રહે. સાપુર ગામ વણકરવાસ શંકર મંદિર પાસે તા.માંગરોળ જી.જૂનાગઢ, (૨) ઉતમ ઉર્ફે ભોલો રાજેશભાઇ માકડીયા રહે. નવો વણકરવાસ માંગરોળ (૩) વિપુલ કાંધાભાઇ વાઢીયા રહે. ફરેર ગામ મીતીગામ (૪) વિક્રમ લખમણભાઇભોગેસરા રહે. ભોગસર ગામ આવળ માતાના મંદિર પાસે અને (૫) હાજાભાઇ ભુરાભાઇ ભોગેસરા રહે. ભોગસર ગામ શંકર મંદિર સામેવાળા પાંચ ઇસમોને ગંજીપતાના પાના નંગ-પર તથા રોકડા રૂા.૬૪,૮૦૦/- મળી કુલ રૂા.૬૪,૮૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી પાડેલ અને નાશી જનારમાં (૬) અરજણ સરમણભાઇ ખુંટી રહે. છત્રાવા (૭) હરસુખ ઉર્ફે અશોક કરશનભાઇ પંડીત રહે. મતુપુર (૮) પ્રવિણ ઉર્ફે સોપારીવાળો જીણાભાઇ કરગટીયા રહે. મસ્તુપુર અને (૯) રામદે પરબત ભાઇ ઓડેદરા રહે. મૈયારી ગામ આ તમામ જુગારીઓ સામે પોલીસે જુગાર ધારા ક. ૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરેલ છે.


