સનાતનની કોઈ વાત આવે અને જમીન જાેઈતી હોય તો મળતી નથી : મહાદેવગીરી બાપુ

સનાતનની કોઈ વાત આવે અને જમીન જાેઈતી હોય તો મળતી નથી : મહાદેવગીરી બાપુ

જૂનાગઢ તા. ર૪
જૂનાગઢ શહેરમાં ગઈકાલે ગીરનાર બચાવો અભિયાન અંતર્ગત રેલી, આવેદનપત્ર આપવા સહીતનાં કાર્યક્રમો ભારે ઉત્સાહભેર યોજાયા હતાં. અને આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જનસમુદાય ઉમટી પડયો હતો. ખાસ વાત તો એ હતી કે મંચ ઉપરથી કાયમી ધોરણે એક સમીતીની રચનાની જાહેરાત ભુતનાથ મહાદેવ મંદિરનાં મહંત મહેશગીરીએ કરી હતી. સનાતની સંરક્ષક સમીતીની રચના અને સાથે જ આ સમીતીનાં બે સભ્યો ભગવતીદાસ બાપુ તેમજ મહાદેવગીરી બાપુની વરણી કરવામાં આવી હતી તેની પણ જાહેરાત કરી હતી. અને ગઈકાલે ગીરનાર બચાવો અભિયાન અંતર્ગત કાર્યક્રમો અંગેની સંપૂર્ણ વિગત મહાદેવગીરી બાપુ આપશે. અને મિડીયાનાં લોકોને પણ મહાદેવગીરી બાપુ દ્વારા વિગતો આપવા આહવાન કરાતા સનાતન સંરક્ષક સમીતીનાં સદસ્ય મહાદેવગીરી બાપુએ પોતાની આગવી શૈલીમાં છેલ્લા કેટલાય સમય થયા ગીરનારમાં ચાલતા ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવા, ધાર્મિક સ્થાનો ઉપર પગપેસારો, ભગવાન દત્તાત્રેયની જગ્યાએ કાંકરીચારો, નિર્વાણ લાડુ તેમજ ચોકકસ સમુદાય દ્વારા જે યેનકેન પ્રકારે હેરાનગતી અને કબ્જાે જમાવવાની જે પેરવી થઈ રહી છે તેની સામે ભારે વિરોધ દર્શાવ્યો હતો. મહાદેગીરી બાપુએ ખાસ બાબત ઉપર ધ્યાન દોર્યુ હતું કે તાજેતરમાં જ સીતાવન પાસે ચોકકસ સમુદાયને ર૦૦૦ વારની જગ્યા આપવામાં આવી છે. આ જગ્યા કયા કારણથી આપી છે, કોણે આપી છે, આપવાનો હેતુ શું ? તે તમામ બાબતે તપાસની માંગણી સાથે આવેદનપત્ર અને આજની રેલીનો કાર્યક્રમ યોજાઈ રહયો છે. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે સનાતનીઓની કોઈપણ વાત આવે અને જાે જમીન જાેઈતી હોય તો મળતી નથી. જયારે ગીરનાર અભિયારણ્ય છે, સેન્ચુરીયન છે છતાં ચોકકસ સમુદાયને ર૦૦૦ વાર જમીન કેવી રીતે મળી તે મોટો પ્રશ્ન છે. સનાતન ધર્મ તો વસુદેવ કુટુંબની ભાવના સાથે ચાલે છે. અને દરેક ધર્મનો આદર કરે છે તેમ જણાવી જાે ગીરનારની જમીન અન્યને અપાતી હોય તો સનાતનીઓને પણ આપવી જાેઈએ. કાયદો બધા માટે એક જ હોવાની વાત પણ તેમણે વ્યકત કરી હતી.