હેમુ ગઢવી હોલમાં ‘હું ચોક્કસ મતદાન કરીશ‘નો મંત્ર ગુંજ્યો

'જીથરો ભાભો' નાટક જોવા આવેલા ૧૦૦૦થી વધુ દર્શકોએ મતદાનના શપથ લીધા

હેમુ ગઢવી હોલમાં ‘હું ચોક્કસ મતદાન કરીશ‘નો મંત્ર ગુંજ્યો

રાજકોટ તા.રર
રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ગત રોજ પ્રસિદ્ધ લોક વાર્તાકાર કાનજી ભૂટા બારોટની લોકકથા ‘જીથરો ભાભો‘ના નાટ્ય રૂપાંતરના બે શો યોજાયા હતા. આ નાટ્ય શોને માણવા આવેલા દર્શકોએ નાટક મંચનના પ્રારંભે લોકતાંત્રિક પ્રક્રિયામાં મતદાતા તરીકે મતદાનની ફરજ નિભાવવાના શપથ લીધા હતા. બે શોમાં આયોજિત નાટ્યમાં એક હજારથી વધુ પ્રબુદ્ધ દર્શકોએ જે રીતે નાટક જોવા માટે ઉત્સાહ દર્શવ્યો હતો, તે જ રીતે મતદાન કરવા માટે 'હું ચોક્કસ મતદાન કરીશ' ના શપથ જમણો હાથ લંબાવી લીધા હતા. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં સરકારી, બિનસરકારી સંસ્થાઓ સાથોસાથ સામાજિક, ધામિર્ક, ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલા લોકો મતદાન પ્રક્રિયા માટે સહભાગી બનવાના શપથ લઇ રહ્યા છે.