હોર્મુઝમાં બીછાવેલા ઈન્ટરનેટ સી-કેબલ કાપી નાંખીને સમગ્ર વિશ્વમાં ડીજીટલ બ્લેકઆઉટ સર્જવાની ઈરાને ધમકી આપી

હોર્મુઝમાં બીછાવેલા ઈન્ટરનેટ સી-કેબલ કાપી નાંખીને સમગ્ર વિશ્વમાં ડીજીટલ બ્લેકઆઉટ સર્જવાની ઈરાને ધમકી આપી

(એજન્સી)    તહેરાન તા.ર૩ :
અમેરિકા દ્વારા યુદ્ધ વિરામની જાહેરાત છતા પણ હોર્મુઝ જળમાર્ગની નાકાબંધી ચાલુ રાખવાથી ઈરાનની મોટા આર્થિક ફટકો પડી શકે છે તે વચ્ચે હવે ઈરાનમાં રીવોલ્યુશનરી ગાર્ડે ધમકી આપી છે કે જો હોર્મુઝની નાકાબંધી ચાલુ રખાશે તો તે પર્સીયન ગલ્ફમાં બીછાવાયેલા ઈન્ટરનેટના સી-કેબલને કાપી નાંખીને દુનિયામાં ડીજીટલ બ્લેક આઉટ સર્જી શકે છે.
જે રીતે હોર્મુઝ જળમાર્ગ પર અંકુશ ઈરાન માટે મહત્વનો છે. તેથી ઈરાનની આ ધમકીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ઈરાનના આ શક્તિશાળી રીવોલ્યુશનરી ગાર્ડની હાલની ધમકી પણ વિશ્વમાં અગાઉ પણ આ ચિંતા દર્શાવાઈ હતી.
હોર્મુઝ જળમાર્ગ ક્રુડતેલ આવાગમન ઉપરાંત ઈન્ટરનેટ ડેટા કેબલ માટે પર્સીયન ગલ્ફ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે વૈશ્વિક સંદેશાવ્યવહાર ડીજીટલ ઈકોનોમીની ધોરીનસ સમાન છે અને 17 થી 30 ટકાનો ઈન્ટરનેટ ટ્રાફીક આ માર્ગથી પસાર થાય છે. જે એશિયા, યુરોપ અને મધ્યપુર્વને જોડે છે. જેના પર આ ક્ષેત્રોમાં મોટુ એઆઈ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ છે.