હવે પ્લાસ્ટિકની નોટ જાેવા મળશે : રૂા.૧૦ અને રૂા.ર૦ની ૧૦૦ કરોડ નોટ બજારમાં આવશે

હવે પ્લાસ્ટિકની નોટ જાેવા મળશે : રૂા.૧૦ અને રૂા.ર૦ની ૧૦૦ કરોડ નોટ બજારમાં આવશે

(એજન્સી)    નવી દિલ્હી તા.૧૨:
ટૂંક સમયમાં તમારા હાથમાં એવી નોટ હશે, જે ન તો ફાટશે કે ભીની પણ થશે નહીં. તેને તમે આસાનીથી પર્સ અથવા પોતાના ખિસ્સામાં રાખી શકશો. ૧૦ અને ૨૦ રૂપિયાની પ્લાસ્ટિક અથવા પોલિમરની આ નોટોની ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. કેમ કે ભારતીય રિઝર્વ બેન્કને ફીલ્ડ ટ્રાયલની મંજૂરી મળી ચૂકી છે.
કેન્દ્ર સરકારે સંસદમાં જાણકારી આપી છે કે તેણે ફીલ્ડ ટ્રાયલ માટે ૧૦ અને ૨૦ રૂપિયાની ૧ અબજ એટલે કે ૧૦૦ કરોડ પોલિમર બેન્ક નોટ્સ લોન્ચ કરવાના પ્રસ્તાવની મંજૂરી આપી દીધી છે. ભારતીય રિઝર્વ બેન્કના કેન્દ્રીય બોર્ડની ભલામણના આધાર પર, રિઝર્વ બેન્ક અધિનિયમ ૧૯૩૪ની કલમ ૨૫ અંતર્ગત આ મંજૂરી આપવામાં આવી છે. સરકારે એવી પણ જાણકારી આપી છે કે કાગળની નોટ આ નોટો સાથે રિપ્લેસ નહીં કરવામાં આવે. પણ તેની વચ્ચે આ નોટ પણ ચાલતી રહેશે. ફીલ્ડ ટ્રાયલ સફળ થયા બાદ આ બંને મૂલ્યવર્ગોમાં પોલિમર નોટોની નિયમિત રીતે લોન્ચ કરવામાં આવશે. RBIએ જાણકારી આપી છે કે આ નોટોના છાપકામની પ્રોસેસ હાલમાં શરૂઆતી તબક્કામાં છે. આ કારણ તેના લોન્ચ થવાની સટીક તારીખ અથવા તેના પર થનારા સંભવિત ખર્ચનું અનુમાન લગાવી શકાતું નથી.