૧ જાન્યુઆરી, ર૦ર૭થી મોબાઈલમાં એકટિવ સીમકાર્ડ નહીં હોય તો વોટ્સએપ - ટેલીગ્રામ સહિતની મેસેજીંગ એપ્સ નહીં ચાલે

૧ જાન્યુઆરી, ર૦ર૭થી મોબાઈલમાં એકટિવ સીમકાર્ડ નહીં હોય તો વોટ્સએપ - ટેલીગ્રામ સહિતની મેસેજીંગ એપ્સ નહીં ચાલે

(એજન્સી)     નવી દિલ્હી તા.૨૪
૧ જાન્યુઆરી, ૨૦૨૭થી વોટ્સએપ કે ટેલિગ્રામ ચલાવવા મોબાઇલમાં એક્ટિવ સિમ કાર્ડ હોવું જરુરી બનશે. સરકારના સિમ બાઇન્ડિંગ નિયમો મેસેજિંગ એપનો ઉપયોગ કરવા માટે એકાઉન્ટના રજિસ્ટ્રેશન માટે ઉપયોગમાં લેવાયેલું એક્ટિવ સિમ કાર્ડ  ફોનમાં હોવું જરૂરી બનશે. આ નિયમનો હેતુ ભારતીય મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને વિદેશમાંથી થતા સાયબર ફ્રોડ, ફિશિગ અને ડિજિટલ અરેસ્ટ જેવા કૌભાંડો પર અંકુશ મૂકવાનો છે.
ટેલિકમ્યુનિકેશન વિભાગની નવી ગાઇડલાઇન અનુસાર, મેસેજિગ પ્લેટફોમ્ર્સે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધીમાં યુઝર્સનાં એકાઉન્ટનીનોંધણી માટે ઉપયોગમાં લેવાયેલા સક્રિય સિમ કાર્ડ સાથે જોડવાની વ્યવસ્થા કરવી પડશે. જો યુઝર ફોનમાંથી સિમ કાઢી નાખે, સિમ બદલે અથવા સિમ નિષ્ક્રિય થઈ જાય, તો માન્ય સિમ ફરીથી લગાવવામાં ન આવે ત્યાં સુધી એપ કામ કરતી બંધ થઇ જશે.
આ ર્નિણય પાછળનું મુખ્ય કારણ સરહદ પારથી થતી સાયબર છેતરપિડીને રોકવાનું છે. અનેક કિસ્સાઓમાં ભારતીય મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને વિદેશી સ્થળોએથી લોકો સાથે છેતરપિડી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આવા કૌભાંડો સામે ટેલિકોમ ક્ષેત્રની સાયબર સુરક્ષા મજબૂત કરવા માટે નવા નિયમોનું પાલન સંબંધિત કંપનીઓ માટે જરૂરી બનાવવામાં આવ્યું છે.