૪૮ કલાકના યુધ્ધ વિરામની અમેરીકાની ઓફર ઈરાને ફગાવી

ઈરાને વળતી પાંચ શરતો મુકી : યુધ્ધનો અંત અનિશ્ચિત

૪૮ કલાકના યુધ્ધ વિરામની અમેરીકાની ઓફર ઈરાને ફગાવી

(એજન્સી)         તહેરાન તા.૦૪:
ગલ્ફના દેશોમાં ફરીથી શરૂ થયેલા ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકાનો ૪૮ કલાકનો યુદ્ધ વિરામનો પ્રસ્તાવ ઈરાને ફગાવી દીધા છે. અલ-જજીરા ચેનલના રિપોર્ટ મુજબ એક મધ્યસ્થી દેશ તરફથી આ પ્રસ્તાવ આવ્યો હતો.
જો કે ચેનલે તે દેશનું નામ જાહેર કર્યુ ન હતું પણ ઈરાને સ્પષ્ટ કર્યુ છે કે હવે યુદ્ધ વિરામ થશે તો અમારી શરતે જ થશે. અમેરિકાએ કયા હેતુથી આ ૪૮ કલાકનો પ્રસ્તાવ કર્યો તે હજુ સ્પષ્ટ થયુ નથી.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને જાહેર કર્યુ કે તેમનો દેશ પોતાની તમામ ક્ષમતાઓનો ઉપયોગ કરી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયેલની સેના સામે અમો અમારી સુરક્ષા કરી રહ્યા છે અને ઈરાન તેના માટે હંમેશા તૈયાર છે.
અજરબૈજાનીના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવ સાથેની વાતચીતમાં ઈરાનના રાષ્ટ્રપતિએ આ જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે અમેરિકાએ ભારે હુમલો કર્યો જયારે અમારા વચ્ચે જીનીવામાં વાતચીત ચાલતી જ હતી અને હવે સમજુતી અમારી શરતે થશે તે નિશ્ચિત છે. અમો ૬ માસ પણ યુદ્ધ લડવા તૈયાર છીએ.