અયોધ્યા પહોંચેલા યુપી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયને પોલીસે નજરકેદ કર્યા

અયોધ્યા પહોંચેલા યુપી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયને પોલીસે નજરકેદ કર્યા

અયોધ્યા તા.30
અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીને લઈને રાજકારણ ગરમાયું છે. રામ મંદિર ટ્રસ્ટની ઓફિસનો ઘેરાવ કરવા પહોંચેલા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાયને પોલીસે ગત મોડી રાત્રે 12 વાગ્યે હોટલમાં નજરકેદ કર્યા હતા. અજય રાયના નેતૃત્વમાં કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ચોરી મામલે વિરોધ કરવા પહોંચ્યું હતું. આ દરમિયાન અજય રાયની પત્ની રીના રાયે વારાણસીથી વીડિયો જાહેર કરીને કહ્યું- મારા પતિનો અવાજ દબાવવા માટે ભાજપ સરકાર કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. પોલીસ જીપમાં લઈ ગયા પછી હવે અમારા સહયોગીઓને ખોટી માહિતી આપીને ભટકાવવામાં આવી રહ્યા છે. ‘દાન ચોરો‘ વિરુદ્ધ લડાઈ ચાલુ રહેશે. જો મારા પતિને કંઈ પણ થાય છે, તો સંપૂર્ણ જવાબદારી આ અધર્મી ભાજપ સરકારની રહેશે. આ પહેલા, સોમવારે પોલીસે SBIની અયોધ્યા ધામ બ્રાન્ચ પહોંચીને જેલમાં બંધ 8 આરોપીઓના બેંક ખાતા તપાસ્યા. બેંક કર્મચારીઓને નોટિસ આપીને જવાબ માંગ્યો. કોર્ટે આરોપીઓની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી. આગામી સુનાવણી 13 જુલાઈએ થશે. ત્યાં સુધી આરોપીઓ જેલમાં જ રહેશે. જ્યારે, ટ્રસ્ટની 11 જુલાઈના રોજ યોજાનારી બેઠક ૫ાંચ દિવસ વહેલા એટલે કે 6 જુલાઈએ યોજાશે. તેમાં ટ્રસ્ટના પૂર્વ પદાધિકારી ચંપત રાય અને અનિલ મિશ્રાના ભવિષ્ય પર ર્નિણય લેવાશે. અહીં, સરકારે SITને કેસનો અંતિમ રિપોર્ટ વહેલી તકે સુપરત કરવા જણાવ્યું છે.