સંઘ શતાબ્દિ સમારોહ નિમિતે વડાપ્રધાન મોદીએ સ્મારક ટપાલ ટીકીટ અને સિક્કો બહાર પાડયો

સંઘ શતાબ્દિ સમારોહ નિમિતે વડાપ્રધાન મોદીએ સ્મારક ટપાલ ટીકીટ અને સિક્કો બહાર પાડયો

(એજન્સી)     નવી દિલ્હી, તા.૧:
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહ નિમિત્તે, PM નરેન્દ્ર મોદી બુધવારે નવી દિલ્હીમાં ઇજીજીના યોગદાનને પ્રકાશિત કરતી એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે. આ કાર્યક્રમ સવારે ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે યોજાયો હતો. PMએ કહ્યું, "અન્યાય પર ન્યાયનો વિજય થાય છે, અંધકાર પર પ્રકાશનો વિજય થાય છે... આ ભારતીય સંસ્કૃતિના વિચાર અને વિશ્વાસની એક કાલજયી ઘોષણા છે. ૧૦૦ વર્ષ પહેલાં આવા ભવ્ય પ્રસંગે RSSની સ્થાપના કોઈ સંયોગ નહોતો."
આ હજારો વર્ષો જૂની પરંપરાનું પુનરુત્થાન હતું, જેમાં રાષ્ટ્રીય ચેતના સમયાંતરે દરેક યુગના પડકારોનો સામનો કરવા માટે નવા અવતારોમાં પોતાને પ્રગટ કરે છે. સંઘ એ શાશ્વત રાષ્ટ્રીય ચેતનાનો સદ્યગુણી અવતાર છે.
આજે એક ખાસ ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. આ સિક્કાની એક બાજુ રાષ્ટ્રીય પ્રતીક છે, અને બીજી બાજુ સિંહ પર બેઠેલા ભારત માતા અને RSS કાર્યકરોની છબી છે.