આતંર રાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વડાપ્રધાન મોદી-ફેડ્રીક મેર્ઝે મિત્રતાનો પતંગ ચગાવ્યો
મહાત્મા મંદિરમાં મોદી-મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક : વિવિધ કરારો પર હસ્તાક્ષર : બન્ને નેતાઓએ રિવર ફ્રન્ટની મુલાકાત લીધી : સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી અર્પણ કરી
(બ્યુરો) અમદાવાદ તા.૧૨
ઁસ્ મોદીએ આજે જર્મન ચાન્સેલર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલરનું સ્વાગત કર્યું હતું. અહીં બંને નેતાઓએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયકુંજની મુલાકાત પણ લીધી હતી. અહીંથી બંને નેતા પતંગ મહોત્સવમાં પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું.
પતંગ મહોત્સવમાં મોદી-ફ્રેડરિક મર્ઝે ખુલ્લી જીપમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નિહાળી ભારત-જર્મનીની ફ્રેન્ડશિપનો પતંગ ચગાવ્યો હતો. અહીં તેમણે રિવરફ્રન્ટ પણ જોયો હતો.હાલમાં બંને વડાઓની ગાંધીનગર મહાત્મા મંદિરમાં દ્રિ-પક્ષીય બેઠક યોજાઈ રહી છે.


